+

પાકિસ્તાન ફફડી ઉઠ્યું, અડધી રાત્રે પ્રેસ કરીને કહ્યું ભારત અમારા પર કલાકોમાં જ હુમલો કરવા જઇ રહ્યું છે

પૂર્વ પીએમ ઇમરાન ખાને કહ્યું મોદી સરકાર અમારા પર ખોટા આરોપ લગાવી રહી છે ઇસ્લામાબાદઃ પહેલગામ આતંકી હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન સામે રોષ છે, મોદી સરકાર પણ આતંકવાદને પોષતા પાકિસ્તાન સામે કડક કાર્યવાહ

પૂર્વ પીએમ ઇમરાન ખાને કહ્યું મોદી સરકાર અમારા પર ખોટા આરોપ લગાવી રહી છે

ઇસ્લામાબાદઃ પહેલગામ આતંકી હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન સામે રોષ છે, મોદી સરકાર પણ આતંકવાદને પોષતા પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે, આ બધાની વચ્ચે પાકિસ્તાનના સૂચના મંત્રી અતાતુલ્લાહ તરારે દાવો કર્યો કે ભારત આગામી 24થી 36 કલાકમાં પાકિસ્તાનની અંદર સૈન્ય કાર્યવાહીની યોજના બનાવી રહ્યું છે.

શાહબાઝ સરકારના મંત્રી અતાતુલ્લાહ તરારે રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું, પાકિસ્તાન પાસે વિશ્વસનીય ગુપ્ત જાણકારી છે કે ભારત પહેલગામ ઘટનામાં પાયાવિહોણા આરોપોના બહાને 24થી 36 કલાકમાં પાકિસ્તાન વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાનો ઇરાદો ધરાવે છે.' પાકિસ્તાનને આતંકવાદનો શિકાર ગણાવતા તરારે કહ્યું કે અમે પણ આતંકવાદ સામે લડી રહ્યાં છીએ.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે PM મોદીએ આતંકવાદ સામેની લડાઈ માટે સશસ્ત્ર દળોને છૂટ આપી હતી. જેથી તેઓ પહેલગામ હુમલાના ગુનેગારો અને તેમના સાથીઓને સજા આપી શકે. આ આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યાં હતા.

પાકિસ્તાની મંત્રીએ ધમકી આપતા કહ્યું, કે ભારત દ્વારા કોઈપણ લશ્કરી સાહસ કરાશે તો તેનો જવાબ આપવામાં આવશે.' આંતરરાષ્ટ્રીય સમૂદાયે વાસ્તવિકતાથી વાકેફ રહેવું જોઈએ કે ખતરનાક પરિણામોની જવાબદારી ભારતની જ રહેશે.

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

facebook twitter