જામનગરઃ રણજીત નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર અશોકસિંહ ઝાલા ટેમ્પો ટ્રાવેલ્સને સરકારી જગ્યામાં પાર્ક કરીને તેમાં કુટણખાનું ચલાવતો હતો. આ અંગે બાતમીને આધારે પોલીસની ટીમે દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન ટેમ્પો ટ્રાવેલ્સની અંદર એક પુરુષ ગ્રાહકને રાજસ્થાનની યુવતીને બોલાવીને શરીર સુખ માણવા માટેની વ્યવસ્થા કરી કરાઈ હતી. દરમિયાન ટેમ્પો ટ્રાવેલ્સનો પાછળનો દરવાજો ખોલતાં શરીર સુખ માણવા આવેલો ઈસમ નાસી છૂટ્યો હતો.
ટ્રાવેલ્સની બસમાં અંદર પુરુષ ગ્રાહકો માટે એ.સીની વ્યવસ્થા, ઉપરાંત લાકડાની શેટ્ટી રાખીને શરીર સુખ માણવા માટે ગાદલા ઓશિકા તથા કોન્ડોમ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, દરોડામાં પોલીસે 20 નંગ કોન્ડમના પેકેટ પણ કબ્જે કર્યા હતા.
પોલીસની તપાસ દરમિયાન આરોપીની કાર ત્યાં હાજર હતી, જે કારની તપાસણી કરતાં તેમાંથી પોલીસ લખેલી નેઇમ પ્લેટ મળી આવી હતી, અને પોતે ગેરકાયદેસર રીતે પોલીસ ઇન્સ્પેક્ટરના હોદ્દાનો ઉપયોગ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે કાર અને ટેમ્પો વગેરે કબ્જે કરી લીધા છે અને પોલીસે નંબર પ્લેટનો ઉપયોગ કરવા મામલે અલગથી કલમનો ઉમેરો કર્યો હતો.
આરોપી અશોક સિંહ ઝાલા ગ્રાહકો પાસેથી એક હજાર રૂપિયા લઈને 500 રૂપિયા પોતે રાખતો અને 500 રૂપિયા યુવતીને આપતો હતો. અશોક સિંહ મોબાઈલ ફોનના માધ્યમથી તેનું નેટવર્ક ચલાવતો હતો. મોબાઈલ ફોનમાંથી દેશભરની સંખ્યાબંધ યુવતીઓના મોબાઈલ નંબર વોટ્સએપ ચેટ- અશ્લીલ ફોટા મળી આવ્યાં છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/