પાકિસ્તાન દુનિયાભરમાં આતંકનો અડ્ડો અને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન
લશ્કરના આતંકી મસૂદ અઝહરના ઠેકાણાંઓ પર મિસાઇલ હુમલો
નવી દિલ્હીઃ ભારતીય સેના ઓપરેશન સિંદૂર પર પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે પાકિસ્તાન દુનિયાભરમાં આતંકનો અડ્ડો છે. આતંકવાદને લઇને પાકિસ્તાનનો લાંબો ઇતિહાસ છે. પહેલગામના હુમખોરોની ઓળખાણ થઇ છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલો બર્બર હતો. આતંકવાદીઓએ તેને પરિવારની સામે ગોળી મારી દીધી. હુમલાખોર ટીઆરએફ લશ્કર સાથે સંકળાયેલા હતા. હુમલા પછી, તેમને માહિતી આપવાનું કહેવામાં આવ્યું. પાકિસ્તાની આતંકવાદીઓ સાથેના તેમના સંબંધો ખુલ્લા પડી ગયા. પાકિસ્તાને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે વિશ્વભરમાં જાણીતું છે. પાકિસ્તાન દુનિયાને ગેરમાર્ગે દોરી રહ્યું છે. તે આતંકવાદીઓ વિશે જૂઠું બોલે છે.
કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર રાત્રે 1.05 થી 1.30 વાગ્યાની વચ્ચે હાથ ધરવામાં આવ્યું હતું. પહેલગામના પીડિતોને ન્યાય અપાવવા માટે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. પાકિસ્તાનના 9 આતંકવાદી કેમ્પ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. પાકિસ્તાનમાં 3 દાયકાથી આતંકવાદી માળખાનું નિર્માણ થઈ રહ્યું છે. આ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં ફેલાયેલા છે. આ લક્ષ્યો એજન્સીઓના ઇનપુટ્સના આધારે પસંદ કરવામાં આવ્યાં હતા અને નાગરિકોના જીવન માટે કોઈ ખતરો ન રહે તેની ખાતરી કરવામાં આવી હતી. 9 સ્થળોએ આતંકવાદી ઠેકાણા તોડી પાડવામાં આવ્યા છે. સૌ પ્રથમ, પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત લશ્કરના સવાઈ નાલા કેમ્પનો નાશ કરવામાં આવ્યો, જ્યાંથી પહેલગામ સહિત અનેક આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર આતંકવાદીઓએ તાલીમ લીધી હતી. તે LOC થી 30 કિ.મી દૂર છે.

#WATCH | Delhi | #OperationSindoor| Col. Sofiya Qureshi, while addressing the media, presents videos showing multiple hits on the Mundrike and other terrorist camps in Pakistan and PoJK. pic.twitter.com/Ih21EklEe5
— ANI (@ANI) May 7, 2025