ACB ટ્રેપઃ હારિજમાં જમીનની વેચાણ નોંધણી મંજૂર કરવા સર્કલ ઓફીસરના નામે લાંચ લેનારા બે લોકો ઝડપાયા

08:18 PM May 23, 2024 | gujaratpost

પાટણઃ ફરિયાદીના પિતરાઈ ભાઈએ જમીન વેચી હતી. જે જમીનની વેચાણ નોંધણી મંજૂર કરવા સર્કલ ઓફીસર વતી આરોપી રમેશ દલપતરામ અખાણી (પ્રજાજને) ફરીયાદી પાસે રૂ.60,000 ની લાંચની માગણી કરી હતી. જેમાંથી રૂ. 30,000 પહેલા આપવાના હતા.

લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી. ટોલ ફ્રી નં.1064 ઉપર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.આજ રોજ લાંચના છટકામાં ફરિયાદી સાથે આરોપી રમેશભાઈએ હેતુલક્ષી વાતચીત કરી હતી, લાંચના રૂ.30,000 બીજા આરોપી વિપુલ પ્રફુલભાઈ પરમાર (પ્રજાજને) ફરયાદીની દુકાનમાં જ લીધા અને એસીબીએ તેને ઝડપી પાડ્યો હતો, આ બંને આરોપીઓએ સર્કલ ઓફિસરના નામે લાંચ લીધી છે,જે મામલે એસીબી તપાસ કરી રહી છે.

ટ્રેપિંગ અધિકારી: એસ. ડી.ચાવડા,પોલીસ ઇન્સ્પેક્ટર

મહેસાણા, એ.સી.બી.પો.સ્ટે.

સુપરવિઝન અધિકારી: એ. વી. પટેલ, ઇ.ચા.મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526