નવી દિલ્હીઃ દુનિયાના સૌથી ધનીક વ્યક્તિ અને ટેસ્લા જેવી કંપનીઓના માલિક એલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યાં છે.દુનિયામાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલોઅર્સ આજે મોદીના થઇ ગયા છે. ગ્લોબલ લિડર બનાવા બદલ મસ્કે મોદીને અભિનંદન આપ્યાં છે. સોશિયલ મીડિયા એક્સ પર 100 મિલિયનથી વધુ ફોલોઅર્સ મેળવનારા મોદી પહેલા ગ્લોબલ લિડર બન્યાં છે.
મસ્કે X પર લખ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ ફોલો કરવામાં આવતા વૈશ્વિક નેતા બનવા બદલ અભિનંદન. ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા લોકોની યાદીમાં મોદી દુનિયામાં સાતમા સ્થાને છે, જેમાં મસ્ક ટોચ પર છે.
પીએમ મોદી યુએસ પ્રમુખ જો બાઇડેન (38.1 મિલિયન ફોલોઅર્સ), દુબઈના શાસક એચએચ શેખ મોહમ્મદ (11.2 મિલિયન) અને પોપ ફ્રાન્સિસ (18.5 મિલિયન અનુયાયીઓ) જેવા વિશ્વિક નેતાઓ કરતાં ઘણા આગળ છે. સોશિયલ મીડિયા પર પીએમ મોદીની લોકપ્રિયતા જોઈને વિશ્વના નેતાઓ સોશિયલ મીડિયા પર પીએમ મોદી સાથે જોડાવા માટે ઉત્સુક છે.
ભારતમાં મોદી સિવાય વિપક્ષના નેતા રાહુલ ગાંધીના X પર 26.4 મિલિયન ફોલોઅર્સ છે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના 27.5 મિલિયન, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના 19.9 મિલિયન ફોલોઅર્સ છે, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના 7.4 મિલિયન ફોલોઅર્સ છે. RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના 6.3 મિલિયન ફોલોઅર્સ છે, તેજસ્વી યાદવના 5.2 મિલિયન ફોલોઅર્સ છે, NCPના શરદ પવારના 2.9 મિલિયન ફોલોઅર્સ છે.
ખેલાડીઓની વાત કરીએ તો PM મોદી વિરાટ કોહલી (64.1 મિલિયન), બ્રાઝિલના ફૂટબોલર નેમાર જુનિયર (63.6 મિલિયન) અને અમેરિકન બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સ (52.9 મિલિયન) કરતાં વધુ ફોલોઅર્સ ધરાવે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Congratulations PM @NarendraModi on being the most followed world leader!
— Elon Musk (@elonmusk) July 19, 2024