પેપર લિકમાં કેતન બારોટ, શેખર અને પ્રદિપ નાયકના નામો આવ્યાં સામે, અગાઉ પણ આ નામો હતા ચર્ચામાં

12:58 PM Jan 29, 2023 | gujaratpost

વડોદરાઃ અગાઉના પેપર લિકમાં જે નામો હતા તે જ નામો ફરીથી ચર્ચામાં છે, જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયા બાદ એટીએસે અનેક લોકોની અટકાયત કરી છે, જેમાં પ્રદિપ નાયક નામનો શખ્સ તેલંગાણાથી પેપર લઇ આવ્યો હોવાની આશંકા છે, આ ઉપરાંત કેતન બારોટ અને શેખરના નામો પણ ચર્ચામાં છે, જેઓના નામો પહેલા પણ પેપરકાંડમાં આવી ચુક્યાં છે. એટીએસે આ લોકોને ઝડપી લીધા હોવાની માહિતી સામે આવી છે.

વડોદરામાં 10-12 લાખ રૂપિયા લઇને પેપર વેંચવાનો હતો પ્લાન

ઓડિસ્સા, યુપી, તેલંગાણામાં એટીએસની તપાસ શરૂ 

એટીએસની ટીમો પહોંચી જુદા જુદા રાજ્યોમાં

વડોદરાથી એટીએસે અનેક લોકોને ઝડપી લીધા છે, જેમાં આ ગેંગે 10-12 લાખ રૂપિયા લઇને પેપરો વેચવાનો પ્લાન હતો. આ કેસમાં પેપર ખરીદનારાઓ સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. બરોડા પ્રમુખ કોમ્પ્લેક્સમાં આવેલા સ્ટેક વાઇસ ટેક્નોલોજી નામના ક્લાસિસમાંથી પેપર લિક કરાયું હતુ.અગાઉ પણ આ કોચિંગ સેન્ટરમાંથી જ પેપર લિક કરાયા હોવાની આશંકા છે, એટીએસે અનેક લોકોને ઝડપી પાડ્યાં છે, જેમાં કોચિંગ સેન્ટરનો સંચાલક પણ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post