+

પેપર લિકમાં કેતન બારોટ, શેખર અને પ્રદિપ નાયકના નામો આવ્યાં સામે, અગાઉ પણ આ નામો હતા ચર્ચામાં

વડોદરાઃ અગાઉના પેપર લિકમાં જે નામો હતા તે જ નામો ફરીથી ચર્ચામાં છે, જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયા બાદ એટીએસે અનેક લોકોની અટકાયત કરી છે, જેમાં પ્રદિપ નાયક નામનો શખ્સ તેલંગાણાથી પેપર લઇ આવ્ય

વડોદરાઃ અગાઉના પેપર લિકમાં જે નામો હતા તે જ નામો ફરીથી ચર્ચામાં છે, જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયા બાદ એટીએસે અનેક લોકોની અટકાયત કરી છે, જેમાં પ્રદિપ નાયક નામનો શખ્સ તેલંગાણાથી પેપર લઇ આવ્યો હોવાની આશંકા છે, આ ઉપરાંત કેતન બારોટ અને શેખરના નામો પણ ચર્ચામાં છે, જેઓના નામો પહેલા પણ પેપરકાંડમાં આવી ચુક્યાં છે. એટીએસે આ લોકોને ઝડપી લીધા હોવાની માહિતી સામે આવી છે.

વડોદરામાં 10-12 લાખ રૂપિયા લઇને પેપર વેંચવાનો હતો પ્લાન

ઓડિસ્સા, યુપી, તેલંગાણામાં એટીએસની તપાસ શરૂ 

એટીએસની ટીમો પહોંચી જુદા જુદા રાજ્યોમાં

વડોદરાથી એટીએસે અનેક લોકોને ઝડપી લીધા છે, જેમાં આ ગેંગે 10-12 લાખ રૂપિયા લઇને પેપરો વેચવાનો પ્લાન હતો. આ કેસમાં પેપર ખરીદનારાઓ સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. બરોડા પ્રમુખ કોમ્પ્લેક્સમાં આવેલા સ્ટેક વાઇસ ટેક્નોલોજી નામના ક્લાસિસમાંથી પેપર લિક કરાયું હતુ.અગાઉ પણ આ કોચિંગ સેન્ટરમાંથી જ પેપર લિક કરાયા હોવાની આશંકા છે, એટીએસે અનેક લોકોને ઝડપી પાડ્યાં છે, જેમાં કોચિંગ સેન્ટરનો સંચાલક પણ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter