સરપંચ સવિતાબેન બારીયા અને અન્ય ખાનગી વ્યકિત મંયક પલાસ સામે ગુનો દાખલ કર્યો
પંચમહાલઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે એસીબીનું અભિયાન આગળ વધી રહ્યું છે, આ વખત એક સરપંચ એસીબીની ઝપેટમાં આવી ગયા છે.
વાઘજપુર ગ્રામ પંચાયતના મહિલા સરપંચને 25 હજાર રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ રંગેહાથ ઝડપી લીધા છે.
પંચમહાલના વાઘજીપુર ગ્રામ પંચાયત હસ્તક સરકારની યોજનાઓના વિકાસના કામો કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યાં હતા.સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) નરેગા અંર્તગત કરેલ કામોને લગતા રૂ.3,32,500 ના ચેક પર સહી કરવા માટે સરપંચે લાંચ માંગી હતી.જો કે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો.
કોન્ટ્રાક્ટરની ફરીયાદને આધારે ગોધરા ACBની ટીમે છટકું ગોઠવીને મહિલા સરપંચને 25 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. આરોપી સરપંચ સવિતાબેન બારીયા અને અન્ય ખાનગી વ્યકિત મંયક પલાસ સામે ગુનો દાખલ કર્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/