+

બલૂચ આર્મીએ પાકિસ્તાનના માચ શહેરમાં તબાહી મચાવી દીધી, પાકિસ્તાન આર્મીના અનેક સૈનિકોની હત્યા કરાઇ હોવાનો દાવો

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બલૂચ લિબરેશન આર્મીએ માચ અને બોલાન શહેરમાં લશ્કરી ઠેકાણાઓ પર જોરદાર હુમલા કર્યા છે. BLAએ દાવો કર્યો છે કે માચમાં થયેલા હુમલામાં 55 પાકિસ્તાની સૈનિકો માર્યાં

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બલૂચ લિબરેશન આર્મીએ માચ અને બોલાન શહેરમાં લશ્કરી ઠેકાણાઓ પર જોરદાર હુમલા કર્યા છે. BLAએ દાવો કર્યો છે કે માચમાં થયેલા હુમલામાં 55 પાકિસ્તાની સૈનિકો માર્યાં ગયા છે, જ્યારે પીર ગાબમાં 10 દુશ્મનોની હત્યા કરી છે. આ સાથે BLAએ બંને શહેરો કબ્જે કરી લીધા હોવાનો દાવો પણ કર્યો છે. જો કે પાકિસ્તાન સરકારે આ બધા દાવા ફગાવી દીધા છે.

BLAએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ઓપરેશન દારા-એ-બોલન અંતર્ગત તેમને છેલ્લા 15 કલાકથી માચ શહેર અને આસપાસના વિસ્તારોને પોતાના કબ્જામાં લઇ લીધા છે. આ સિવાય BLAની સ્પેશિયલ સ્ટ્રેટેજિક ઓપરેશન સ્કવોડે વિસ્તારના અહીંના રસ્તાઓ પર કબ્જો કરીને કેટલીક જગ્યાએ અવર જવર બંધ કરાવી દીધી છે. બલોચે ઘણા સૈનિકોને બંધક બનાવ્યાંનો દાવો કર્યો છે. બલોચે એવી પણ ધમકી આપી છે કે તેમને આ શહેરોમાં અનેક જગ્યાએ લેન્ડમાઈન લગાવી દીધા છે અને પાકિસ્તાની સેનાને પ્રવેશતા અટકાવી દીધા છે.

BLAએ કહ્યું કે ઓપરેશન દારા-એ-બોલન દરમિયાન ચાર બલૂચ કાર્યકર્તાઓ શહીદ થયા છે. આ ચારેય બલુચિસ્તાનના મજીદ બ્રિગેડના છે. BLAએ બલૂચ યુવાનોને સંગઠનમાં જોડાવવા અપીલ કરી છે. તેમણે પોતાની અખબારી યાદીમાં કહ્યું છે કે કાયર દુશ્મન દળો દ્વારા આપણા પર  અત્યાચાર ગુજારવામાં આવે છે, જેથી તમારે બલોચ સ્વતંત્રતા સેના સાથે આવવું જોઇએ. જેથી કરીને દુશ્મનો વર્ષોને બદલે મહિનાઓમાં જ બલૂચ  છોડીને ભાગી જાય.

પાકિસ્તાન ફરી એકવાર સત્યને નકારી રહ્યું છે અને દુનિયાને તેના વિશે જણાવી રહ્યું નથી. બલૂચિસ્તાન પ્રાંતના સૂચના મંત્રીએ કહ્યું છે કે માચમાં થયેલા હુમલામાં અમારા સૈનિકો સુરક્ષિત છે અને સેનાએ બલોચ દ્વારા કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. આ સમયગાળા દરમિયાન કોઈ સૈન્ય ઠેકાણાંઓને નુકસાન થયું નથી.

આ સિવાય પાકિસ્તાને કહ્યું છે કે જે બળવાખોરો માચ અને બલોચમાં ઘૂસી ગયા હતા, તેમને બહાર કાઢી મૂકવામાં આવ્યાં છે. અમારા સુરક્ષા દળો હાલમાં તેમનો પીછો કરી રહ્યાં છે. નોંધનિય છે કે બલુતિસ્તાનમાં પાકિસ્તાન આર્મીના અત્યાચારો સામે હવે લોકો અને સંગઠનો જાગૃત થઇ રહ્યાં છે અને પાકિસ્તાન સરકાર સામે બળવાની સ્થિતી છે.

 

facebook twitter