+

પાકિસ્તાનના કરાંચીના એક શોપિંગ મોલમાં લાગી આગ, 11 લોકોનાં મોત થઇ ગયા

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના કરાંચીમાં શનિવારે એક શોપિંગ મોલમાં આગ લાગી હતી, જેના કારણે 11 લોકોનાં મોત થઇ ગયા હતા. આ દુર્ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મોલમાં સવારે લગભગ 7 વાગ્યે આગ લાગી હતી. એક પછ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના કરાંચીમાં શનિવારે એક શોપિંગ મોલમાં આગ લાગી હતી, જેના કારણે 11 લોકોનાં મોત થઇ ગયા હતા. આ દુર્ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મોલમાં સવારે લગભગ 7 વાગ્યે આગ લાગી હતી. એક પછી એક બીજા માળેથી શરૂ થયેલી આગ ચોથા, પાંચમા અને છઠ્ઠા માળ સુધી પહોંચી ગઇ હતી. જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. ઘટના સ્થળે 50થી વધુ ફાયર ફાઈટરોએ આગ બૂજાવી હતી. બિલ્ડિંગમાં ફસાયેલા 42 લોકોને બચાવી લેવામાં આવ્યાં હતા.

આગ પર કાબૂ મેળવવા માટે અચાનક વીજળી કાપી નાખવામાં આવી હતી અને મોલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યાં હતા. 42 લોકોને બહાર કાઢવામાં આવ્યાં છે, જે તમામ પુરુષો છે. અચાનક લાગેલી આગથી મોલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

6 લોકોની હાલત ગંભીર

9 લોકોને જિન્નાહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતા જ્યારે અન્ય બે લોકોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા, બચાવાયેલા લોકોમાંથી છની હાલત ગંભીર છે. આગ કયા કારણસર લાગી તેની તપાસ થઇ રહી છે, કરાચીમાં લગભગ 90 ટકા બાંધકામો અને ઔદ્યોગિક એકમો પાસે અગ્નિશામક સાધનો નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter