+

ન્યૂયોર્કમાં વેસ્ટ ઈન્ડિયન અમેરિકન ડે પરેડમાં ફાયરિંગ, 5 લોકો ઘાયલ

ન્યૂયોર્કઃ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં વેસ્ટ ઈન્ડિયન અમેરિકન ડે પરેડ દરમિયાન ફાયરિંગની ઘટની બની હતી, જેમાં 5 લોકોને ગોળી વાગતા ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી શેર કરી છે. એક બંદૂકધારીએ લોકોના ટોળાંને નિ

ન્યૂયોર્કઃ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં વેસ્ટ ઈન્ડિયન અમેરિકન ડે પરેડ દરમિયાન ફાયરિંગની ઘટની બની હતી, જેમાં 5 લોકોને ગોળી વાગતા ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી શેર કરી છે. એક બંદૂકધારીએ લોકોના ટોળાંને નિશાન બનાવ્યું હતું અને લગભગ બપોરે 2:30 વાગ્યે બ્રુકલિનમાં પરેડના માર્ગ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં 5 લોકોને ગોળી વાગી હતી. હજારો લોકો આનંદ માણી રહ્યાં હતા અને શહેરના મુખ્ય માર્ગ એવા ઈસ્ટર્ન પાર્કવે પર હજારો લોકો ડાન્સ અને કૂચ કરી રહ્યાં હતા. ત્યારે આ ઘટના બની હતી.

વેસ્ટ ઈન્ડિયન અમેરિકન ડે પરેડમાં ફાયરિંગ

પેટ્રોલિંગ ચીફ ચેલે કહ્યું કે આ ફાયરિંગમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અન્ય ત્રણ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, હાલ તેમની હાલત સ્થિર છે. આ ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ કોઈ અકસ્માત ન હતો, તે લોકોના જૂથ પ્રત્યે એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું ઇરાદાપૂર્વકનું કૃત્ય હતું. અમારી પાસે એવી માહિતી છે કે ઘટના સુધી ઈસ્ટર્ન પાર્કવેની આસપાસ કોઈ સક્રિય શૂટર નથી.

પોલીસે લોકો પાસેથી વીડિયો મંગાવ્યા હતા

ન્યૂયોર્ક પોલીસ વિભાગે જણાવ્યું હતું કે પોલીસે પરેડના માર્ગ સાથેના વિસ્તારને ઘેરી લીધો હતો, અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી.પરેડ ચાલુ રહી અને અધિકારીઓ બેગમાં વસ્તુઓ લોડ કરતા જોવા મળ્યાં હતા. પોલીસે ત્યાં હાજર લોકોને ફાયરિંગ દરમિયાન રેકોર્ડ કરાયેલા વીડિયો ફૂટેજ આપવા જણાવ્યું હતું. પોલીસ હાલ આ ઘટનાની તપાસ કરી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter