+

યુક્રેન સાથે શાંતિ વાટાઘાટોને લઈને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન, ભારતનું નામ લઈને કહી આ વાત

મોસ્કોઃ યુક્રેન-રશિયા યુદ્ધ શાંતિ મંત્રણાને લઈને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોટું નિવેદન આપ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે યુક્રેન પર સંભવિત શાંતિ વાટાઘાટોમાં ચીન, ભારત અને બ્ર

મોસ્કોઃ યુક્રેન-રશિયા યુદ્ધ શાંતિ મંત્રણાને લઈને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોટું નિવેદન આપ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે યુક્રેન પર સંભવિત શાંતિ વાટાઘાટોમાં ચીન, ભારત અને બ્રાઝિલ મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે. યુદ્ધના પ્રથમ સપ્તાહમાં ઇસ્તંબુલમાં વાટાઘાટો દરમિયાન રશિયન અને યુક્રેનિયન વાટાઘાટકારો વચ્ચે થયેલ પ્રારંભિક સમજૂતી જે ક્યારેય લાગુ કરવામાં આવી ન હતી, તે વાટાઘાટો માટેનો આધાર બની શકે છે.

ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં આ વાત કહી

પુતિને કહ્યું કે ચીન, ભારત અને બ્રાઝિલ યુક્રેન પર સંભવિત શાંતિ વાટાઘાટોમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે. પુતિને આ વાતો ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં કહી હતી. તેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ યુક્રેનના ડોનબાસ પ્રદેશ પર કબ્જો કરવાનો છે. રશિયન દળો ધીમે ધીમે કુર્સ્ક ક્ષેત્રમાંથી યુક્રેનિયન દળોને બહાર કાઢી રહ્યાં છે. પુતિનનું આ નિવેદન પીએમ મોદીની ઓગસ્ટમાં યુક્રેનની મુલાકાત અને જુલાઈમાં રશિયાની મુલાકાત બાદ આવ્યું છે.

PMએ યુક્રેન અને રશિયાની મુલાકાત લીધી હતી

પીએમ મોદીએ 23 ઓગસ્ટના રોજ રશિયાના પ્રવાસ બાદ યુક્રેનની મુલાકાત લીધી હતી, તેઓ પોલેન્ડથી ટ્રેન દ્વારા કિવ પહોંચ્યાં હતા. અહીં તેમનો અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો ફોટો વાયરલ થયો હતો. પીએમ મોદી જુલાઈમાં રશિયા ગયા હતા. આ સમય દરમિયાન રશિયન રાષ્ટ્રપતિએ તેમને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી સન્માનિત કર્યા હતા. દરમિયાન બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. પીએમ મોદીની આ બંને મુલાકાતો ખૂબ મહત્વની હતી, જેની વૈશ્વિક સ્તરે ચર્ચા થઈ હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter