પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા જ પૂર્વ પીએમ ઈમરાન ખાનને મોટો ઝટકો, તેમને અને પત્ની બુશરા બીબીને 14 વર્ષની જેલની સજા સંભળાવી

02:58 PM Jan 31, 2024 | gujaratpost

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી છે. ચૂંટણીના થોડા દિવસો પહેલા જ પૂર્વ પીએમ ઈમરાન ખાનને ફરી એકવાર સજા સંભળાવવામાં આવી છે. સિફર કેસમાં 10 વર્ષની કેદની સજા બાદ હવે તેમને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. 14 વર્ષની આ આકરી સજા ઈમરાન ખાન સાથે તેમના પત્નીને પણ સંભળાવવામાં આવી છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને તેમની પત્ની બુશરા બીબીને રાવલપિંડીની વિશેષ કોર્ટે 14 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

તોશાખાના કેસમાં કોર્ટનો મોટો ચૂકાદો 

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની પત્ની અને પૂર્વ પતિ ખાવર ફરીદ માણેકાએ 25 નવેમ્બર 2023ના રોજ બંને વિરુદ્ધ વ્યભિચાર અને કપટપૂર્ણ લગ્નનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી.પાકિસ્તાનના પેનલ કોડ મુજબ 71 વર્ષીય ઈમરાન ખાન અને 49 વર્ષીય બુશરા બીબી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ સિવિલ જજ કુદર્તુલ્લાહની કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, જ્યાં આ સજા સંભળાવવામાં આવી છે.

ચૂંટણી પહેલા સજાની જાહેરાત ઈમરાનની પાર્ટી માટે મોટો ફટકો

આ પહેલા પીટીઆઈના સંસ્થાપક ઈમરાન ખાન અને શાહ મહમૂદ કુરેશીને સાઈફર કેસમાં 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.કેસની સુનાવણી કરી રહેલી સ્પેશિયલ કોર્ટના જજ અબ્દુલ હસનત ઝુલકરનૈને આ નિર્ણય સંભળાવ્યો હતો.ઈમરાન ખાન હાલમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે અને ત્યાં આ કેસનો ચૂકાદો સંભળાવવામાં આવ્યો હતો.

પહેલા 10 વર્ષની જેલ અને હવે બીજા કેસમાં 14 વર્ષની જેલની સજાનો આ નિર્ણય આવતા ઈમરાન ખાનને મોટો ફટકો લાગ્યો છે. પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, તે પહેલા આ સજા ઈમરાનની પાર્ટીની ચૂંટણી તૈયારીઓ માટે કોઈ ઊંડા ફટકાથી ઓછી નથી.

કયા કેસમાં 10 વર્ષની કેદ થઈ ?

ઈમરાન અને શાહ મહેમૂદ કુરેશીને 'સિફર' કેસમાં સજા સંભળાવવામાં આવી હતી.તેમની સામેનો આ સિફર કેસ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત છે.ઈમરાન ખાન પર અત્યંત ટોપ સિક્રેટ વસ્તુઓનો અંગત ઉપયોગ કરવાનો આરોપ છે. સત્તા પરથી હટ્યાં બાદ ઈમરાને આરોપ લગાવ્યો હતો કે તેમની હકાલપટ્ટી પાછળ અમેરિકાનો હાથ છે.આ માટે ઇમરાને કહ્યું કે વોશિંગ્ટનમાં પાકિસ્તાન એમ્બેસીએ તેમને એક કેબલ (ટેપ અથવા ગુપ્ત માહિતી) મોકલી હતી. ઈમરાન ખાને પોતાના રાજકીય લાભ માટે વિવાદાસ્પદ રાજદ્વારી વાતચીત જાહેર કરી હતી.તેને 'સિફર' કહેવામાં આવે છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post