- વિવિધ દેશોની સરકારે આતંકી હુમલા બાદ પોતાના નાગરિકો માટે જમ્મુ-કાશ્મીરની મુલાકાત ન લેવા એડવાઈઝરી જાહેર કરી
- આતંકવાદીઓને શોધી કાઢવા માટે ભારતીય સેનાનું મોટાપાયે સર્ચ ઓપરેશન
- 200થી વધુ શંકમદોની અટકાયત કરવામાં આવી
જમ્મુ-કાશ્મીરઃ પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થઇ ગયા હતા. આ આતંંકી હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન સામે રોષ ફાટી નીકળ્યો છે. પહેલગામ આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનું સીધુ કનેક્શન છે. ભારતે વિવિધ દેશોની સરકારોને આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી હોવાના પુરાવા આપ્યાં છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતે છેલ્લા ત્રણ દિવસમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને જણાવ્યું કે, પહેલગામ હુમલામાં આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી છે. તેમનો સીધો પાકિસ્તાન સાથે સંબંધ છે. પ્રત્યક્ષદર્શીઓ સહિત ગુપ્ત એજન્સીઓએ આપેલા પુરાવા દુનિયા સમક્ષ મુકવામાં આવ્યાં છે.
આતંકવાદી જૂથ ધ રેજિસ્ટન્સ ફ્રન્ટના ઈલેક્ટ્રોનિક પુરાવા પાકિસ્તાનમાંથી બે સ્થળો પરથી મળી આવ્યાં છે. આંતકવાદીઓની ઓળખ કરવામાં આવી છે. તેઓ પાકિસ્તાનથી આવ્યાં હતા અને થોડા સમય પહેલાં જ ઘૂસણખોરી કરી હતી. આ સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું છે.