+

Operation Sindoor: ભારતની આતંકીઓના ઠેકાણાંઓ પર એર સ્ટ્રાઇક, રાહુલ ગાંધીએ કહ્યું આપણી સેના પર ગર્વ છે

નવી દિલ્હીઃ 100 કિ.મીટર પીઓકેમાં ઘૂસીને ભારતીય વાયુસેનાએ આતંકીઓના અડ્ડા નષ્ટ કરી નાખ્યાં છે, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમંદના અંદાજે 100 આતંકવાદીઓને ઠાર કરની નાખવામાં આવ્યાં છે. પીએમ મોદીએ અગાઉ જ ક

નવી દિલ્હીઃ 100 કિ.મીટર પીઓકેમાં ઘૂસીને ભારતીય વાયુસેનાએ આતંકીઓના અડ્ડા નષ્ટ કરી નાખ્યાં છે, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમંદના અંદાજે 100 આતંકવાદીઓને ઠાર કરની નાખવામાં આવ્યાં છે.

પીએમ મોદીએ અગાઉ જ કહ્યું હતુ કે આતંકવાદીઓને જવાબ આપવામાં આવશે, દેશની જનતાની ઇચ્છા આજે મોદી સરકારે પુરી કરી છે, ત્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂર પર કહ્યું છે કે આપણી સેના પર ગર્વ છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જુન ખડગેએ પણ કહ્યું કે આપણી સેનાએ કરેલા પરાક્રમ પર ગર્વ છે.

નોંધનિય છે કે રાહુલ ગાંધીએ પહેલા જ કહ્યું હતુ કે પહેલગામ હુમલાના દોષિયો પર મોટી કાર્યવાહી કરો, અમે સરકારની સાથે જ છીએ.

 

facebook twitter