ક્યારે સુધરશો ? ACBએ અમદાવાદમાંથી રૂ. 5 લાખની લાંચ માંગનારા અને 2 લાખ રૂપિયા લેનારા કોન્સ્ટેબલને ઝડપ્યો - Gujarat Post

11:26 AM Apr 03, 2025 | gujaratpost

એસીબીએ બંને આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદ: એસીબી દ્વારા લાંચિયાઓ સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે. હવે અમદાવાદનાં ચાંદખેડામાં પોલીસ કોન્સ્ટેબલને એસીબીએ લાંચ લેતા ઝડપી લીધો હતો. પોલીસકર્મીએ વોન્ટેડ આરોપીને તે ગુનામાં રજૂ કરવા તેમજ પાસા નહીં કરવા 5 લાખ 30 હજાર રૂપિયાની  લાંચ માંગી હતી.

અમદાવાદનાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં ફરીયાદીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. ચાંદખેડા પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ રજનીશ હરીભાઇએ તે ગુનામાં રજૂ કરવા તેમજ પાસા એક્ટની કલમો નહીં લાગુ કરવા માટે રૂ.5,30,000 ની લાંચ માંગી હતી. જો કે ફરિયાદીએ હાલ માત્ર 2 લાખ રૂપિયા હોવાની વાત કરીને લાંચ આપી હતી અને આરોપી લાંચ લેતા ઝડપાઇ ગયો હતો.  
 
ચાંદખેડાનાં નવા સી.જી.રોડ ચાર રસ્તા પર ACBએ ટ્રેપ કરી હતી. જેમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ રજનીશ હરીભાઇએ ફરિયાદીને બોલાવ્યો હતો અને આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલનાં કહેવાથી આ ગુનાનાં અન્ય એક આરોપી મીતુલ ઉર્ફે મોન્ટુ રાજુભાઇ ગોહીલે લાંચની રકમ લીધી હતી, ત્યારે એસીબીએ આરોપીને ઝડપી લીધો હતો.

ટ્રેપિંગનુ સ્થળ: કાન્હા રેસ્ટોરેન્ટ આગળ ખુલ્લી જગ્યામાં, ન્યુ સી.જી.રોડ ચારા રસ્તા, ચાંદખેડા, અમદાવાદ

ટ્રેપિંગ અધિકારી: આર.આઇ.પરમાર, પો.ઇન્સ.
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.
તથા એ.સી.બી. સ્ટાફ  

સુપર વિઝન અધિકારીઃ કે.બી.ચૂડાસમા,
મદદનિશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ

થોડા દિવસ પહેલા પણ નારોલ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલને ACBએ લાંચ લેતા ઝડપી લીધા હતા. કેસની વિગતો અનુસાર ફરિયાદીએ છેલ્લા ચાર માસથી દારૂનો ધંધો બંધ કરી દીધો હતો. તેમ છંતા નારોલ પોલીસ સ્ટેશનનાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ વલકુભાઈ વાળાએ ફરીયાદી પાસે રૂ.2500ની માંગણી કરી હતી. જો પૈસા ના આપે તો દારૂના ખોટા કેસ કરવાની ધમકી આપી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++