+

રંગરેલીયા ભારે પડી: નવસારીમાં ભાજપ નેતાને કારણે સરકારી મહિલા અધિકારીના છૂટાછેડાની નોબત આવી

નવસારીઃ જિલ્લા ભાજપ સંગઠનનો એક હોદ્દેદાર સરકારી કચેરીમાં ફરજ બજાવતી પરિણીત મહિલા સાથે રંગરેલીયા મનાવતા રંગેહાથ ઝડપાયો હતો. આ મામલો સામે આવતા મહિલાના પતિએ કોર્ટમાં છૂટાછેડા (Divorce)નો ક

નવસારીઃ જિલ્લા ભાજપ સંગઠનનો એક હોદ્દેદાર સરકારી કચેરીમાં ફરજ બજાવતી પરિણીત મહિલા સાથે રંગરેલીયા મનાવતા રંગેહાથ ઝડપાયો હતો. આ મામલો સામે આવતા મહિલાના પતિએ કોર્ટમાં છૂટાછેડા (Divorce)નો કેસ દાખલ કરાવ્યો છે, જેના પગલે મહિલાનું ઘર ભંગાણના આરે આવી ગયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી ભાજપનો એક હોદ્દેદાર કેટલાક સમયથી સરકારી કચેરીમાં ફરજ બજાવતી આ પરિણીતા સાથે પ્રેમસંબંધમાં હતો. મહિલાના પતિને પત્નીના આડાસંબંધોની જાણ થતાં તેમણે ભાજપના હોદ્દેદાર અને પત્ની બંનેને આ સંબંધોનો અંત લાવવા માટે વિનંતી કરી હતી. જોકે, પરિણીતા અને ભાજપના હોદ્દેદારે પતિની વિનંતીને અવગણીને ગુપ્ત રીતે રંગરેલીયા મનાવવાનું ચાલુ રાખ્યું હતું.

આ દરમિયાન, મહિલાના પતિ અને કુટુંબીજનોને નવસારીના ઇટારવા વિસ્તાર ખાતે એક કારમાં ભાજપના હોદ્દેદાર અને તેની પત્ની હોવાની ચોક્કસ માહિતી મળી હતી. માહિતીને આધારે તેઓ ત્યાં પહોંચી ગયા હતા, જ્યાં ભાજપી હોદ્દેદારને મેથીપાક ચખાડ્યો હતો.આ સમગ્ર ઘટનાને પગલે શહેરભરમાં આ પ્રકરણ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.

સમગ્ર ઘટના બાદ સમાજમાં બદનામી થતાં પરિણીતાની સાસુએ પોતાની વહુ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ મથકમાં અરજી આપી હતી. જોકે, સમય વીતતો જતો હોવા છતાં કાયમી ઉકેલ ન મળતા, અને તણાવભરી જિંદગીથી કાયમી છૂટકારો મેળવવા માટે અધિકારી મહિલાના પતિએ નવસારીની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે કેસ દાખલ કર્યો છે. આ કેસની આગામી સુનાવણી 12 જાન્યુઆરી, 2026 ના રોજ થશે,  

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter