સિડનીઃ ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર અંધાધૂંધ ગોળીબારમાં 16 લોકોની હત્યા કરનારા આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. તેઓ પિતા અને પુત્ર છે. સિડનીના બોન્ડી બીચ પર હનુક્કા ઉજવણી દરમિયાન, 50 વર્ષીય સાજિદ અકરમ અને તેના 24 વર્ષીય પુત્ર નવીદ અકરમે બીચ પર ગોળીબાર કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી અનુસાર, નવીદ અકરમ પાકિસ્તાની નાગરિક છે.
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ કમિશનર મેલ લેન્યોને એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું કે 50 વર્ષીય આતંકવાદીને પોલીસે ગોળી મારીને ઠાર માર્યો છે, 24 વર્ષીય આતંકવાદી નવીદ હોસ્પિટલમાં દાખલ છે. આ બંને પિતા અને પુત્ર છે. આતંકવાદી નવીદ અકરમ પાસે ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સનું ડ્રાઇવિંગ લાઇસન્સ છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 16 લોકો માર્યા ગયા છે અને 40 લોકો ઘાયલ થયા છે.
આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓ સાજિદ અકરમ અને નવીદ અકરમે તેમના પરિવારને કહ્યું હતું કે તેઓ દક્ષિણ દરિયા કિનારે માછીમારી કરવા જઈ રહ્યા છે. ત્યારબાદ તેઓએ આ ગુનો કર્યો હતો.
મીડિયા સાથે વાત કરતા નાવેદની માતા વેરેનાએ જણાવ્યું કે તેમના બેરોજગાર પુત્ર જે એક મિલ કામ કરતો હતો. રવિવારે સવારે તેને પરિવાર સાથે છેલ્લી વાત કરી હતી. તે તેના પિતા સાથે જર્વિસ બે ગયો હતો.
તપાસકર્તાઓએ ઘટનાસ્થળેથી શંકાસ્પદ વ્યક્તિ પાસેથી છ લાઇસન્સ પ્રાપ્ત હથિયારો જપ્ત કર્યા છે. સાજિદ પાસે લગભગ દસ વર્ષથી બંદૂકનું લાઇસન્સ હતું. એક શંકાસ્પદ વ્યક્તિના વાહનમાંથી એક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) અને ISISનો ધ્વજ પણ મળી આવ્યો હતો.
ગઈકાલે બોન્ડી બીચ હુમલા બાદ પોલીસ દ્વારા માર્યા ગયેલા 50 વર્ષીય શૂટર પાસે મનોરંજન માટે શિકાર માટે બંદૂકનું લાઇસન્સ હતું. સાજિદ અકરમ એક ગન ક્લબનો સભ્ય હતો, રાજ્યના કાયદા હેઠળ તે હથિયારોનું લાઇસન્સ ધરાવવાનો હકદાર હતો. અમે આ હુમલા પાછળના હેતુની તપાસ કરીશું.
રવિવારે સિડનીના બોન્ડી બીચ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે જણાવ્યું હતું કે હનુક્કાના પહેલા દિવસે બંદૂકધારીઓ ઇરાદાપૂર્વક યહૂદી સમૂદાયને નિશાન બનાવ્યાં હતા.
આતંકવાદી નાવેદની માતા વેરેના કહ્યું કે તેને રવિવારે મને ફોન કર્યો અને કહ્યું, મમ્મી, હું હમણાં જ તરવા ગયો હતો, હું સ્કુબા ડાઇવિંગ ગયો હતો. અમે ભોજન કરવા જઇએ છીએ. આજે સવારે ઘરે રહીશું કારણ કે ખૂબ ગરમી છે. મારા દીકરા પાસે કોઈ હથિયાર નથી. અને તે બહાર જતો નથી કે મિત્રોને મળતો નથી. તે દારૂ પીતો નથી કે સિગારેટ પીતો નથી. તેનો દીકરો કોઈ જગ્યાએ જતો નથી. તે ફક્ત પોતાના કામમાં વ્યસ્ત છે. અકરમને લગભગ બે મહિના પહેલા તેની ઈંટકામની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો કારણ કે તે જે કંપનીમાં કામ કરતો હતો તે નાદાર થઈ ગઈ હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/