ગાંધીનગરઃ સી.આઇ.ડી. ક્રાઇમ સી.આઇ. સેલના પોલીસ ઇન્સ્પેકટર પેથાભાઇ કરમશીભાઇ પટેલ તથા સી.આઇ.ડી. ક્રાઇમ સી.આઇ. સેલના પોલીસ કોન્સ્ટેબલ વિપુલ દેસાઇએ કોલ સેન્ટરના એક ગુનામાં કાર્યવાહી ન કરવા અને સેટલમેન્ટ કરવા ફરીયાદી તથા ફરીયાદીના મિત્ર પાસે( ગુ.ર.નં.22/2024 ) રૂ.30,00,000 ની લાંચની માંગણી કરી હતી.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરીયાદ આપતા લાંચના લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોપી વિપુલ દેસાઇએ ફરીયાદી સાથે રૂબરૂમાં વાતચીત કરીને લાંચ પેટે રૂ.30,00,000 લાંચની રકમ લીધી હતી. સ્વાગત સિટી મોલ પાસે જાહેર રોડ પર, સરગાસણમાં એસીબીએ આ છટકું ગોઠવ્યું હતુ. આ બન્ને પોલીસ કર્મચારીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી એસીબીએ હાથ ધરી છે.
ટ્રેપિગ અધિકારીઃ ડી.એન.પટેલ, પો.ઇન્સ. અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. ટીમ
સુપર વિઝન અધિકારીઃ ડી.એન.પટેલ, ઇ.ચા.મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ, અમદાવાદ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/