+

ભાજપને મળ્યાં નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ, આ નેતાને મળી મોટી જવાબદારી

નવી દિલ્હી: બિહાર સરકારના મંત્રી નીતિન નવીનને ભાજપ દ્વારા એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ ભાજપના નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બન્યા છે. નીતિન નવીન બિહારના બાંકીપુર વિધાનસભા મતવિસ્તારના

નવી દિલ્હી: બિહાર સરકારના મંત્રી નીતિન નવીનને ભાજપ દ્વારા એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ ભાજપના નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બન્યા છે. નીતિન નવીન બિહારના બાંકીપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે. નીતિન નવીન છત્તીસગઢમાં ભાજપના રાજ્ય પ્રભારી તરીકે સેવા આપી ચૂક્યાં છે. તેઓ બિહારથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ ભાજપના નેતા નવીન કિશોર સિંહાના પુત્ર છે.

સમ્રાટ ચૌધરીએ નીતિન નવીનને અભિનંદન પાઠવ્યાં

બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ કહ્યું, બિહારની ધરતી પરથી નીતિન નવીનને પસંદ કરવા બદલ હું પીએમ મોદી અને જેપી નડ્ડાનો આભાર માનું છું. નીતિન નવીનને ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મને ગર્વ છે કે તેઓ બિહારના છે.

બિહાર ભાજપ પ્રમુખે તેને ઐતિહાસિક ગણાવ્યું

બિહારના મંત્રી નીતિન નવીનની ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક પર બિહારમાં પાર્ટીના પ્રમુખ અને બિહાર સરકારમાં મંત્રી દિલીપ જયસ્વાલે કહ્યું,આજે ભાજપ માટે ઐતિહાસિક દિવસ છે, બિહારના એક નેતાને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હું નીતિન નવીનને અભિનંદન આપું છું.

નીતિન નવીન પહેલી વાર 2006 માં પેટાચૂંટણી જીત્યા હતા

નીતિન નવીન પટનાના બાંકીપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે અને તેમણે સતત પાંચમી વખત જનતાનો વિશ્વાસ જીત્યો છે. તેમણે પહેલી વાર 2006 માં પેટાચૂંટણી જીતી હતી. ત્યારબાદ તેમણે 2010, 2015, 2020 અને 2025 માં વિધાનસભા ચૂંટણી જીતી. 2025 ની વિધાનસભા ચૂંટણીમાં, તેમણે 98,299 મત મેળવ્યા અને આરજેડી ઉમેદવાર રેખા કુમારીને 51,936 મતોના મોટા માર્જિનથી હરાવ્યા હતા, જે તેમની અત્યાર સુધીની સૌથી મોટી જીત માનવામાં આવે છે.

facebook twitter