સરકારી આવાસમાં એસીબીની ટ્રેપ, પહેલી વખત રાજસ્થાનમાં કોઇ ધારાસભ્ય લાંચ લેતા ઝડપાયા
લાંચ લેનારો ગનમેન ફરાર, એસીબી વધુ માહિતી ટૂંક સમયમાં આવશે
રાજસ્થાનઃ એન્ટી કરપ્શન બ્યુરોએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. બાંસવાડા જિલ્લાની બાગીદોરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય જયકૃષ્ણ પટેલ 20 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા છે.
ખાણ ખણીજ વિભાગના મામલામાં દોઢ કરોડ રૂપિયાની લાંચ માંગી હતી
આ ધારાસભ્ય ભારત આદિવાસી પાર્ટી (BAP) માંથી ચૂંટાઇ આવ્યાં હતા. તેઓ થોડા સમય પહેલા પેટાચૂંટણી જીત્યા બાદ ધારાસભ્ય બન્યાં હતા. બાગીદોરા બેઠકના ભૂતપૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય મહેન્દ્રજીત માલવિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યાં બાદ આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી. તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.
પેટા ચૂંટણીમાં જયકૃષ્ણ પટેલ 51 હજાર 434 મતોથી જીત્યા હતા. BAP ઉમેદવાર જયકૃષ્ણ પટેલને 1 લાખ 22 હજાર 573 મત મળ્યાં હતા, તેમની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુભાષ તંબોલિયાને 71 હજાર 139 મત મળ્યાં હતા. કોંગ્રેસે આ બેઠક પર ચૂંટણી ન લડીને BAP ને ટેકો આપ્યો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/