રાજકોટઃ જિલ્લાનાં ધોરાજીથી સુપેડી ગામ જવાના માર્ગ પર ઈનોવા કાર કોઇ કારણોસર પલટી જતા 4 લોકોના મોત થયા છે. ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. કારમાં 6 લોકો સવાર હતા.
રાજકોટ જિલ્લાનાં ધોરાજીથી સુપેડી ગામ જવાના માર્ગ પર ઈનોવા કાર કોઇ કારણોસર પલટી ગઇ હતી, કારમાં 6 લોકો સવાર હતા જેમાંથી 4 લોકોના મોત થયા છે અને 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતની પોલીસને જાણ થતા ઘટનાસ્થળ પર પહોંચીને મૃતકોના મૃતદેહોને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.
મૃતકોમાં વલ્લભભાઇ રૂઘાણી, કિશોરભાઇ હીરાણી, આશિફભાઇ સુમરા, આફતાબભાઇ પઠાણનો સમાવેશ થાય છે. જ્યારે રશ્મિનભાઇ ગાંધી અને ગૌરાંગભાઇ રૂઘાણીને ગંભીર ઇજાઓ પહોંચી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/