જકાર્તાઃ ઇન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં ભયાનક માર્ગ અકસ્માત થયો છે. 34 મુસાફરોને લઈ જતી બસ ટેકરી પરથી નીચે પલટી જતાં આ અકસ્માત સર્જાયો હતો. બસ નિયંત્રણ બહાર જઈને પલટી જતાં 12 મુસાફરોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.પોલીસે આ અકસ્માત અંગે માહિતી આપી છે.
પોલીસ તપાસ કરી રહી છે
પશ્ચિમ સુમાત્રા ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર બસ ઉત્તર સુમાત્રા પ્રાંતના મેદાનથી ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા જઈ રહી હતી. પશ્ચિમ સુમાત્રાના પડાંગ શહેરમાં બસ ટર્મિનલ પાસે બ્રેક કદાચ ખરાબ થઈ ગઇ હોવાનું સામે આવ્યું છે. પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે.
અકસ્માતમાં બચી ગયેલા લોકોએ શું કહ્યું?
અકસ્માતમાં બચી ગયેલા લોકોએ અધિકારીઓને જણાવ્યું હતું કે બ્રેક ફેલ થઈ ગયા પછી પડાંગમાં ઘણી ઢાળવાળી ટેકરીઓવાળા વિસ્તારમાં ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. 23 ઘાયલો સહિત તમામ પીડિતોને નજીકની બે હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. 13 ઘાયલોને ગંભીર ઈજાઓ થઈ છે અને તેમની સારવાર ચાલી રહી છે. ડ્રાઇવર સહિત ઘણા લોકોની હાલત ગંભીર છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/