દરોડામાં બેનામી સંપત્તિઓ મળવાની શક્યતા
વક્ફના નામે જમીન પચાવી પાડનારામાં ફફડાટ
અમદાવાદ : શહેરમાં ફરી એકવાર ઈડીએ દરોડા પાડ્યા છે. અમદાવાદમાં વકફની જમીન પચાવીને બિલ્ડિંગ બનાવી દેનારા સલીમખાન જુમ્માખાન પઠાણના ઘર સહિત 10 સ્થળોએ ઇડીએ દરોડા પાડયા છે. ઇડીએ જમાલપુર સહિત ખેડામાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સલીમ જુમ્માખાન પઠાણ અમદાવાદના જમાલપુરમાં સૌદાગર બિલ્ડર્સ નામે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. ત્યારે ઇડીએ આજે સવારે સલીમ જુમ્માખાન પઠાણના નિવાસ સહિત અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. જેમાં જમાલપુર કાચની મસ્જિદ, સના 7 બિલ્ડિંગ, ખેડા ખાતેના ફાર્મહાઉસ સહિત અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
અમદાવાદના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે જમાલપુર કાચની મસ્જિદ નજીક આવેલી મ્યુનિસિપલ ઉર્દૂ સ્કૂલની જગ્યામાં બિલ્ડર સલીમ પઠાણે કોમ્પલેકસ બનાવી દીધું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જેમાં મ્યુનિસિપલ સ્કૂલની જગ્યામાં દુકાનો બની ગઈ હતી. તેમજ સલીમ જુમ્માખાન પઠાણ દ્વારા 10 જેટલી દુકાન ગેરકાયદે બનાવી 12 હજાર રૂપિયા લેખે ભાડું વસુલે છે.
તેની બાદ જમાલપુરમાં આવેલી કાચની મસ્જિદ પાસે આવેલી વક્ફ બોર્ડની જગ્યામાં ખોટા બોર્ડના ટ્રસ્ટી બની છેતરપિંડી કરનારા સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. વક્ફ બોર્ડે કોર્પોરેશનને આપેલી સ્કૂલની જગ્યા ઉપર આરોપીઓએ ગેરકાયદે કોમ્પલેક્ષ બનાવી દીધું હતું. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે સલીમ ખાન જુમ્મા ખાન સહિત 5 આરોપીઓની ધરપકડ કરી હતી.
#Ahmedabad
— Jayesh cHauHaN (@JournoJayesh) May 6, 2025
शहर में हल्की बारिश के साथ @dir_ed भी आ पहुंची हैं।
वक्फ प्रॉपर्टी के अवैध ट्रांजेक्शन को लेकर शहर में कांच की मस्जिद के पास सुबह से छापेमारी।
सलीम खान के कई ठिकानों पर छापेमारी चल रहीं है। pic.twitter.com/0tDNJX6XKh
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/