કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી
8 મે સુધી છે રાજ્યમાં છે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં આજે રવિવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું છે.તો કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પણ પડ્યા છે. અમદાવાદમાં વાડજ, નિર્ણયનગર, દૂધેશ્વર, ઉસ્માનપુરા, ઇન્કમટેક્સ, બાપુનગર, નિકોલ, ઓઢવ વગેરે વિસ્તારમાં છાંટા થયા છે.
અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થયો છે. સાથે ભારે પવન પણ ફૂંકાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લાના વાતાવરણમા પલ્ટો આવ્યો છે. જિલ્લાના ફતેપુરા, સંજેલી અને ઝાલોદ તાલુકાના સુખસર, પીપલારા, કરોડીયા, લીમડીયા, મોટીરેલ, બલૈયા અને આફવામા મોડી રાત્રે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતુ.
પાલનપુરમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો છે. પાલનપુરમાં 20 મિમી અને વડગામમાં 17 મિમી વરસાદ નોંધાયો છે. માવઠાને કારણે વહેલી સવારે કામ માટે બહાર જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. મહેસાણા જિલ્લામાં મોડી રાત્રે 2 વાગ્યા બાદ એકાએક ભારે ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો. ત્યારબાદ ગાજ વીજ સાથે મહેસાણા, બેચરાજી, વડનગર સહિતના પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. આ અણધારી આફતથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. ખેતીના પાકને નુકસાન થવાની ભીતી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/