નર્મદાઃ એસીબીની ટ્રેપમાં ફુલવાડી આશ્રમ શાળાના આચાર્ય ફસાયા છે. ફરીયાદી ઘાંટોલી આશ્રમ શાળા જી.નર્મદા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓને 2019 થી ઉચ્ચતર પગાર મળવા પાત્ર હતો, જે ઉચ્ચતર પગાર અને એરીયર્સ મંજૂર કરવામાં માટે રાજેશકુમાર શંકરલાલ ભટ્ટ (વર્ગ-3) નોકરી, આચાર્ય ફુલવાડી આશ્રમ શાળા તા.ગરુડેશ્વર જી.નર્મદા રહે. રોયલ સનસીટી વડીયા તા.નાંદોદ જી.નર્મદાએ લાંચની માંગણી કરી હતી.
ઉચ્ચતર પગાર સુધારો તથા એરીયર્સ મંજુર થઇને જમાં થતા આરોપી રાજેશકુમાર આચાર્ય ફુલવાડી આશ્રમ શાળા જી.નર્મદા તથા ભરૂચ-નર્મદા આશ્રમ શાળા કર્મચારી સંઘના પ્રમુખ હોવાનું તેઓએ ફરીયાદીને જણાવેલ હતું. તમારા ઉચ્ચતર પગાર તથા એરીયર્સ મંજૂર થઇ બેન્કમાં જમાં થઇ ગયેલ છે. જેથી તમારે મને રૂ. 8000 તથા 4000 અધિકારીને આપવાના છે એમ કરીને રૂ.12000 ની લાંચની માંગણી કરી હતી.
ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. ફરીયાદને આધારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આરોપીને ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરીને લાંચ પેટે રૂ. 8000 વડોદરાથી પોઇચા જવાના રોડ પર આવેલા નીલકંઠ રેસ્ટોરેન્ટ એન્ડ ગેસ્ટ હાઉસના રીસેપ્સન પાસે સ્વીકારતા ઝડપાઇ ગયા હતા.
ટ્રેપીંગ અધિકારીઃ ડી.ડી.વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર. નર્મદા એ.સી.બી. પો.સ્ટે. નર્મદા
સુપરવીઝન અધિકારી: પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++