બનાસકાંઠાઃ વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું આજે મતદાન થઇ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ છે.જો કે અમુક મતદાન મથકોને બાદ કરતાં બીજે લાંબી લાઇનો જોવા મળી નથી. વાવમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.10 ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીમાં 3.10 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ધારાસભ્ય હતા, પરંતુ તેઓ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ તેમણે વાવના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું અને હવે ત્યાં પેટા ચૂંટણીય યોજાઇ રહી છે.
ભાજપે ટિકિટ ન આપતાં અપક્ષમાંથી ચૂંટી લડી રહેલા માવજી પટેલે પાટીલનો પાવર ઉતારવાનો છે તેવું નિવેદન કરીને ગુજરાતના રાજકારણમાં સનસનાટી મચાવી હતી. જે બાદ ભાજપમાંથી માવજી પટેલ સહિત પાંચને સસ્પેન્ડ કરરવામાં આવ્યા હતા. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જોરશોરથી પ્રચાર કર્યો છે. જાહેર સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે, તમે જે મને પાઘડી પહેરાવી છે, તે પાઘડીની લાજ રાખજો. ત્યારે હું તમને કહેવા માંગુ છું કે, આ ચૂંટણી હું નથી લડતો. આ ચૂંટણી સમાજ લડશે અને લોકો સમક્ષ સ્વરૂપજી ઠાકોરે પોતાની પાઘડી ઉતારી દીધી હતી. પાઘડી ઉતારી સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે, હું પાઘડી ઉતારીને વિનંતી કરૂ છું કે, આ પાઘડીની લાજ તમારે રાખવાની છે.
સાંસદ ગેનીબેન ઠાકારે પણ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમણે પ્રચાર દરમિયાન કહ્યું હતું કે વાવ હંમેશા મારો ગઢ રહ્યો છે. આ વિસ્તાર કૌટુંબિક અને પરિવાર છે એટલે આ વખતે ગુલાબસિંહને જીતાડશે.
અપક્ષ ઉમેદવાર માવજી પટેલે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં પોતાના સાસરીયા બાલુંત્રીમાં મામેરું ભરવાની વાત કરી કહ્યું હતુ કે હવે 30 વર્ષનો વનવાસ પૂરો કરવો હોય તો બાલુંત્રી કરશે, એવું મામરું ભરો કે ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય. ત્યારે હવે વાવની ચૂંટણીમાં મતદાન ચાલું છે અને ઉમેદવારોનું ભાવિ આજે ઇવીએમમાં સિલ થશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/