(આરોપી કોન્સ્ટેબલનો ફોટો)
અમદાવાદઃ બોપલમાં MICA નાં નિર્દોષ વિદ્યાર્થિની જાહેરમાં હત્યા કરવાની ઘટનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી પર સવાલ ઉભા થઇ રહ્યાં છે, આ કેસમાં પોલીસે પંજાબથી પોલીસ કોન્સ્ટેબલને ઝડપી લીધો છે. આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.
ત્રણ દિવસ પહેલા પ્રિયાંશુ જૈન નામના વિદ્યાર્થિની ગાડી ધીમે ચલાવવા બાબતે વિરેન્દ્રસિંહ સાથે બબાલ થઇ હતી અને તેની હત્યા વિરેન્દ્રસિંહે કરી નાખી હતી. વિરેન્દ્રને કાર ધીમ ચલાવવા કહેનારા પ્રિયાંશુની છરીના ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી હતી.
પ્રિયાંશું મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને તે અમદાવાદમાં MICA માં અભ્યાસ કરતો હતો. બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારની હત્યાની આ ઘટના બાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી લીધો છે અને તેની પૂછપરછ થઇ રહી છે.
પ્રિયાંશુની હત્યાથી તેનો પરિવાર આઘાતમાં છે, એક નજીવી બાબતે હત્યા કરી નાખવામાં આવી છે, આ ઘટનાથી લોકોમાં પણ જોરદાર આક્રોશ છે, શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી રહી છે.
(મૃતક પ્રિયાંશુનો ફાઇલ ફોટો)
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/