Jharkhand Voting Live Update: 81 સભ્યોની ઝારખંડ વિધાનસભાના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 43 બેઠકો પર સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. કુલ 2.60 કરોડ મતદારોમાંથી 1.37 કરોડ મતદારો મતદાનમાં ભાગ લેશે. મતદારોમાં ખાસ ઉત્સાહનો માહોલ છે. અનેક બુથો પર મતદારોએ વહેલી સવારથી જ લાંબી લાઈનો લગાવી હતી. સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા જેટલું મતદાન થયું છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.
ઝારખંડના રાજ્યપાલ સંતોષ ગંગવારે કહ્યું, "મતદાન એ દેશના સૌથી મોટા લોકતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે, હું દરેકને તેમના મતનો ઉપયોગ કરવા વિનંતી કરું છું. હું દરેકને વિનંતી કરું છું કે પહેલા મતદાન કરો, પછી જલ પાન કરો.
એસપી સિટી રાજ કુમાર મહેતાએ કહ્યું, 'રાંચીના રહેવાસીઓને સંદેશ છે કે તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરે. અમે ઈચ્છીએ છીએ કે લોકો શાંતિપૂર્વક મતદાન કરે. સુરક્ષાના કારણોસર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
#WATCH | Ranchi, Jharkhand: SP City Raj Kumar Mehta says, "The message to the people of Ranchi is to exercise their franchise...We want people to vote peacefully... Drones are being used for security purposes ..."#JharkhandElections2024 https://t.co/ntIOynFbuZ pic.twitter.com/PZGSBE8cmj
— ANI (@ANI) November 13, 2024