+

ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન સાથે હાઇવે પર ઉમટી પડ્યા, હાય હાયના લાગ્યા નારા

મહેસાણા: કડી તાલુકાના બોરીસણામાં એસ જી હાઇવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલ દ્રારા મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાંથી 19 દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર અપાવવાનું કહી

મહેસાણા: કડી તાલુકાના બોરીસણામાં એસ જી હાઇવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલ દ્રારા મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાંથી 19 દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર અપાવવાનું કહીને 17 દર્દીઓને એન્જિયોગ્રાફી અને બે દર્દીઓને સ્ટેન્ટ મુકવાના ઓપરેશન કર્યા હતા. જેમાં બે દર્દીઓના મોત થતા હોબાળો થયો હતો.

કડીના બોરીસણાના ગામ લોકોએ હાઇવે બંધ કરીને હાય હાયના નારા લગાવી રહ્યાં  છે. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ ફરિયાદ નોંધાવવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ કડી થોળ હાઇવે બંધ કરીને સૂત્રોચાર કરીને વિરોધ નોંધાવ્યો છે. આ સમગ્ર મામલે મૃતકોની ફરિયાદ દાખલ થઈ છે. સારવાર લઇ રહેલા અન્ય લોકોની ફરિયાદ દાખલ થવી જોઈએ અને પરિવારને ન્યાય મળવો જોઈએ તેવી માંગ કરી રહ્યા છે.

રાજ્યના આરોગ્ય વિભાગે એક વિશેષ કમિટીની રચના કરીને તપાસ કરતા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. જેમાં માત્ર પીએમજેએવાય હેઠળ આર્થિક લાભ લેવા માટે તમામને કોઇ ખાસ બિમારી ન હોવા છતા ઓપરેશન કરવામાં આવ્યા હતા અને ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી. જેમાં મહેશ બારોટ અને નાગરભાઇ સેનમાનું મોત થયું હતું.

આ અંગે ડૉ.પ્રશાંત વજીરાણી, હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. કાર્તિક પટેલ, ડૉ. સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી અને સીઇઓ વિરૃદ્ધ  ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 110, 336(3), 318 અને 61 મુજબ ફરિયાદ નોંધીને વસ્ત્રાપુર પોલીસ કાર્યવાહી શરૂ કરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter