+

ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post

મસ્કે 2022માં ટ્વિટર ખરીદ્યું અને નામ બદલીને X કર્યુ હતું Donald Trump and Elon Musk: એલોન મસ્કે અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. એલોન મસ્કે હવે તેની મોંઘી કિંમત ચૂ

મસ્કે 2022માં ટ્વિટર ખરીદ્યું અને નામ બદલીને X કર્યુ હતું

Donald Trump and Elon Musk: એલોન મસ્કે અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. એલોન મસ્કે હવે તેની મોંઘી કિંમત ચૂકવવી પડી રહી છે. એક રિપોર્ટ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ પ્રેસિડેન્ટ તરીકે વિજેતા બન્યાં પછી, 1,15,000 યુઝર્સે એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xને અલવિદા કહી દીધું છે. જે લોકો કમલા હેરિસના સમર્થકો હતા તેઓએ મસ્કનો વિરોધ નોંધાવ્યો છે.

સીએનએનના અહેવાલ મુજબ, એલોન મસ્કના પ્લેટફોર્મને 1,15,000 થી વધુ અમેરિકન યુઝર્સે ચૂંટણીના બીજા જ દિવસે તેમના X એકાઉન્ટને નિષ્ક્રિય કરી દીધા હતા. આ આંકડો ફક્ત વેબસાઇટ દ્વારા નિષ્ક્રિય કરનારા વપરાશકર્તાઓ માટે છે, જેમાં મોબાઇલ એપ્લિકેશન વપરાશકર્તાઓનો ડેટા સામેલ નથી. સીએનએનએ આ માહિતી માટે ડિજિટલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ સિમિલરવેબના રિપોર્ટને ટાંક્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મસ્ક દ્વારા પ્રભાવશાળી ભૂમિકા ભજવ્યાં બાદ આ બદલાવ આવ્યો છે.

રિપોર્ટ અનુસાર, નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવા માટે મસ્ક મહિનાઓ સુધી X નો ઉપયોગ કર્યો હતો. બ્લુસ્કાયનો યુઝર બેઝ, તે દરમિયાન, એક અઠવાડિયામાં 1 મિલિયન નવા સાઇન-અપ્સ સાથે 90 દિવસમાં બમણો વધીને 15 મિલિયન સુધી પહોંચ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter