Vadodara News: થોડા દિવસો પહેલા વડોદરાના જાણીતા એક્ટિવિસ્ટ પી વી મુરજાણીએ તેમના ઘરે લાયસન્સ ગનથી આપઘાત કર્યો હતો. આ પગલું ભરતા પહેલા તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે સાવકી પુત્રી કોમલ અને તેની માતાના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ઘટના બાદ માતા-પુત્રી ગુમ થઈ ગયા હતા.
વડોદરા પોલીસે આખરે મુરજાણીની માનેલી દીકરી અને તેની માતાની ભાવનગર નજીક આવેલા રંઘોળા ગામેથી ધરપકડ કરી છે. આ બન્ને આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ચાર દિવસના પોલીસ રીમાન્ડ મંજૂર કર્યા હતા.
આ કેસમાં પાણીગેટ પી.આઇ. હરિત શુક્લ અને તેની ટીમે માત્ર ત્રણ દિવસના ગાળામાં ટેકનોલોજી સર્વેલન્સ અને બાતમીદારોનો ઉપયોગ કરીને આરોપી એવી મા દીકરી કોમલ અને સંગીતાને ઝડપી પાડ્યાં હતા.જે લોકો સંપત્તિ પડાવી પાડવા માટે મુરજાણીને વારંવાર બળાત્કારની ફરિયાદની ધમકીઓ આપતા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/