+

પાટણમાં 10 પાસ નકલી ડોક્ટર અને નકલી ICU હોસ્પિટલનો પર્દાફાશ, પોલીસે આરોપીની કરી ધરપકડ

પાટણઃ જિલ્લાના સરહદી વિસ્તારમાં SOG પોલીસે 10 પાસ નકલી ડોક્ટરની ધરપકડ કરી છે. એક નાનકડા ગામમાં આઈસીયુવાળી હોસ્પિટલ ખોલી હતી. આ હોસ્પિટલ ગામમાં 700 ઘરોના વિસ્તારમાં આવેલી છે. પોલીસને આ કૌભાંડની જાણ ત્ય

પાટણઃ જિલ્લાના સરહદી વિસ્તારમાં SOG પોલીસે 10 પાસ નકલી ડોક્ટરની ધરપકડ કરી છે. એક નાનકડા ગામમાં આઈસીયુવાળી હોસ્પિટલ ખોલી હતી. આ હોસ્પિટલ ગામમાં 700 ઘરોના વિસ્તારમાં આવેલી છે. પોલીસને આ કૌભાંડની જાણ ત્યારે થઈ જ્યારે SOGને બાતમી મળતાં ગામમાં દરોડા પાડીને હોસ્પિટલમાં ચાલી રહેલા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામમાં સુરેશ ઠાકોર નામના વ્યક્તિએ ઘરની ઉપર આઈસીયુ હોસ્પિટલ બનાવી હતી. તેને છેલ્લા 10 વર્ષથી નકલી ડોક્ટર બનીને અનેક લોકોની સારવાર કરી હતી. આ હોસ્પિટલમાં નકલી આઈસીયુ હતું, જેમાં સારવારના નામે દર્દીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી.

પોલીસે બાતમીને આધારે દરોડા પાડતાં ત્યાંથી 13 લાખ રૂપિયાથી વધુની કિંમતની એલોપેથિક દવાઓ જપ્ત કરી હતી.પોલીસે સુરેશ ઠાકોર નામના નકલી ડોક્ટરની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે કોર્ટમાંથી ડોક્ટરના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.

પોલીસના જણાવ્યાં અનુસાર હોસ્પિટલના બોર્ડમાં અન્ય ડોકટરોના નામ પણ લખવામાં આવ્યાં છે, જેની ભૂમિકા તપાસવામાં આવશે. પોલીસ તપાસી રહી છે કે હોસ્પિટલમાં કોઈ દર્દીનું મોત થયું છે કે કેમ અને આ સિવાય અન્ય ડોક્ટરોની મિલીભગતની પણ તપાસ કરવામાં આવશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter