આ સાંસદોને આવી ગયો ફોન...મંત્રી પદના શપથ લેવા રહેજો હાજર, ગુજરાતમાંથી પણ આ નામોનો થઇ શકે છે સમાવેશ

11:27 AM Jun 09, 2024 | gujaratpost

ગુજરાતમાંથી અમિત શાહ ઉપરાંત સી.આર.પાટીલ, મનસુખ માંડવિયા, જે.પી.નડ્ડા, એસ.જયશંકર બની શકે છે મંત્રી

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યાં છે. શપથ ગ્રહણ સમારોહ આજે સાંજે 7.15 કલાકે શરૂ થશે. ભાજપ લોકસભા ચૂંટણી 2024માં પૂર્ણ બહુમતી હાંસલ કરી શકી નથી અને તેના કારણે તે NDA ગઠબંધનની સરકાર બનાવી રહી છે. આવી સ્થિતિમાં એનડીએ સમર્થકો જેડીયુ અને ટીડીપીની ભૂમિકા પણ વધુ મહત્વની બની ગઈ છે અને આ જ કારણ છે કે આ વખતે કેબિનેટમાં ઘણા નવા મંત્રીઓના નામ સામેલ થઈ શકે છે. નરેન્દ્ર મોદી 3.0 કેબિનેટની રચનાને આકાર આપશે અને બહુ ઓછા મંત્રીઓ એક કરતાં વધુ વિભાગો સંભાળશે.

કેબિનેટના તમામ મંત્રીઓ પીએમ મોદી સાથે શપથ લેશે નહીં, પરંતુ કેટલાક મંત્રીઓ આજે જ તેમની સાથે શપથ લઈ શકે છે. આ નેતાઓના નામ સંભવિત મંત્રીઓની યાદીમાં સામેલ છે.

તમામ મોટા મંત્રાલયો ભાજપ પાસે જ રહેશે

નરેન્દ્ર મોદી બાદ ગૃહ, સંરક્ષણ, નાણાં અને વિદેશ મંત્રીઓ શપથ લેશે. આ તમામ મંત્રાલયો ભાજપ પાસે જ રહેશે. અન્ય જેઓ શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે તેમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમને સ્ટીલ, નાગરિક ઉડ્ડયન અને કોલસા જેવા નિર્ણાયક માળખાકીય મંત્રાલયો સોંપવામાં આવ્યા છે.

ભાજપ 10 વર્ષમાં પહેલીવાર પૂર્ણ બહુમતી સાથે જીતી શક્યું નથી

10 વર્ષમાં પહેલીવાર ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું છે અને તેની અસર શપથ ગ્રહણ સમારોહ અને મંત્રીમંડળની રચના પર પણ જોવા મળશે. સાથી પક્ષો, ખાસ કરીને ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી અને નીતીશ કુમારની જનતા દળ યુનાઈટેડ એકથી વધુ મંત્રી પદ માટે દબાણ કરી રહ્યા છે. અન્ય પક્ષોને પણ કેબિનેટમાં સામેલ કરવાની જરૂર પડશે.

આ સાંસદોને આવી ગયા છે ફોન

નીતિન ગડકરી, રાજનાથસિંહ, અમિત શાહ, સુપ્રિયા પટેલ, જયંત ચૌધરી, ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી, જીતિન પ્રસાદ, પીયુષ ગોયલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, એચડી કુમારસ્વામી (જેડીએસ), રામદાસ આઠવલે (RPI) જેવા નેતાઓને શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવા ફોન આવી ગયા છે. જેઓ મોદી સરકારની ત્રીજી ટર્મમાં મંત્રી બનશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526