અમદાવાદઃ ભડકાઉ ભાષણો આપવામાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલીઓ વધી રહી છે. જૂનાગઢ જિલ્લા કોર્ટે તેમને એક કેસમાં જામીન આપ્યાં હોવા છતાં હજુ સુધી તેમને મુક્ત કરવામાં આવ્યાં નથી. મૌલાના હાલ પૂર્વ કચ્છ પોલીસની કસ્ટડીમાં છે. જ્યાં તે ત્રણ દિવસના રિમાન્ડ પર છે અને હવે તેમના પર ત્રીજો કેસ દાખલ કરાયો છે.
અરવલ્લી પોલીસે ગુનો નોંધ્યો
અહીં ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થાય તે પહેલા જ અરવલ્લી પોલીસે મૌલાના સામે અન્ય એક કેસમાં ગુનો નોંધ્યો છે. 24 ડિસેમ્બર 2023ના રોજ ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનો પ્લાન એવો છે કે જો મૌલાના કચ્છ જિલ્લાની પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થશે તો અરવલ્લી પોલીસ તેમની ધરપકડ કરશે.
મૌલાનાના ટ્રસ્ટ અને ફંડની તપાસ કરવામાં આવી રહી છે
એક તરફ મૌલાના મુફ્તી સલમાન અઝહરી પોલીસની કસ્ટડીમાં છે તો બીજી તરફ તેમના ત્રણ ટ્રસ્ટોમાં ફંડિંગની તપાસ ચાલી રહી છે. જો કે આ તપાસમાં શું સામે આવ્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ વખતે પોલીસ કેસને વધુ મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. નોંધનીય છે કે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS) રવિવારે મુંબઈમાં મૌલાનાની ધરપકડ કરી હતી. તેઓ અનેક જગ્યાએ ઉશ્કેરણીજનક ભાષણો આપી ચુક્યાં છે. જેથી તેમની સામે કાયદાકીય સકંજો કસાયો છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો