+

મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ

મોરબીઃ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં નિલેશ નામના દલિત યુવકને 15 દિવસનો બાકી પગાર માંગ્યો ત્યારે કંપનીના માલિક અને 11 લોકોએ તેને માર માર્યો હોવાની ફરિયાદ થઇ છે. તેઓએ પીડિતાના મોઢામાં ચપ્પલ મુકીને તેને માફી માં

મોરબીઃ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં નિલેશ નામના દલિત યુવકને 15 દિવસનો બાકી પગાર માંગ્યો ત્યારે કંપનીના માલિક અને 11 લોકોએ તેને માર માર્યો હોવાની ફરિયાદ થઇ છે. તેઓએ પીડિતાના મોઢામાં ચપ્પલ મુકીને તેને માફી માંગવા દબાણ કર્યું હતું. આ મામલે મોરબી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ કેસમાં મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી અત્યાર સુધી ચાર આરોપીને ઝડપી લીધા છે. આ ઘટના બાદ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી.રબારી તથા અન્ય 7 અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાઈ છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની આઇપીસી કલમ 323, 504, 506 વિગેરે મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં રાણીબા સહિત ત્રણ આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થતા તેમની ધરપકડ કરાઇ છે.

જાણો શું છે આ મામલો ?

રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં નિલેશ નામના યુવકે 15 દિવસનો બાકી પગાર માંગ્યો હતો, ત્યારે કંપનીના માલિક અને 11 લોકોએ તેને માર માર્યો હતો. તેઓએ તેના મોઢામાં ચપ્પલ મુકીને તેને માફી માંગવા દબાણ કર્યું હતું. મોરબીના દલિત યુવક નિલેશે ઓનલાઈન એફઆઈઆર નોંધાવી હતી. જેમાં તે રાણીબા ઇન્ડસ્ટ્રીઝના એક્સપોર્ટ વિભાગમાં નોકરી કરતો હતો. તેને 2 ઓક્ટોબરે નોકરી પર રાખવામાં આવ્યો હતો. અને 18 ઓક્ટોબરના રોજ કાઢી મુકવામાં આવ્યો હતો. કંપની દર 5મીએ તમામ કર્મચારીઓને પગાર ચૂકવે છે. તેણે પગારની રાહ જોઈ હતી. પગાર ન મળતા 6 નવેમ્બરે તેને કંપનીના માલિક વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાને ફોન કરીને પગાર માંગ્યો હતો.

ફોન કરનાર પીડિતને વિભૂતિ પટેલ કહ્યું હતું કે તે જાણીને પછી જણાવશે. તે પછી કંપની તરફથી કોઈ વાતચીત થઈ ન હતી. બાદમાં વિભૂતિ પટેલના ભાઇ ઓમ પટેલે પીડિતને ફોન કરીને ધમકી આપી હતી, કહ્યું હતું કે તું મારી બહેનને ફોન કરીને કેમ હેરાન કરે છે. તેમજ પગાર આપવામાં આવશે નહી. હવેથી ફોન કરતો નહીં.

પીડિત રાણીબા ઈન્ડસ્ટ્રીઝની ઓફિસે રાત્રે 8:30 વાગ્યે ગયો હતો અને ઓમ તેના કેટલાક લોકો સાથે ત્યાં પહોંચ્યો હતો, બોલાચાલી બાદ તેને થપ્પડ મારી હતી. કંપનીના મેનેજર પરીક્ષિત અને કંપનીના અન્ય 6 લોકોએ મળીને તેને ખેંચીને માર માર્યો હતો.

થપ્પડ મારવાની સાથે જાતિ આધારિત ટીપ્પણી કરી હોવાના આરોપ છે અને માફી માંગતો વીડિયો બનાવ્યો હતો. જેમાં પીડિત અને તેના મિત્રએ કંપની પાસે ખંડણી માંગી હોવાનું કહેવાની ફરજ પડાઇ હતી. આ પછી વિભૂતિ, ઓમ અને રાજ પટેલે મળીને તેને બેલ્ટ વડે માર માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter