બોડેલી બાદ હવે મોડાસામાં સિંચાઇ વિભાગની નકલી કચેરી હોવાનો દાવો, ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની રેડ

10:17 PM May 22, 2024 | gujaratpost

અરવલ્લીઃ રાજ્યમાં નકલીનું સામ્રાજ્ય વધી રહ્યું છે, હવે બોડેલી બાદ મોડાસામાં પણ નકલી સિંચાઇ વિભાગની કચેરી હોવાનો દાવો કરાયો છે, બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મોડાસામાં તિરુપતિ રાજ સોસાયટીમાં રેડ કરી હતી અને અહીંથી મોટી માત્રામાં અધિકારીઓના જુદા જુદા સિક્કા અને લેટરપેડ મળી આવ્યાં છે.

તિરૂપતિ રાજ બંગ્લોઝમાં ધારાસભ્યની રેડ
 
એક બંગલોમાંથી કોરી બુક, કોરા બિલ, અલગ-અલગ તાલુકાના એન્જિનિયરોના 50 જેટલા સિક્કાઓ મળ્યાં

આ મામલે ધવલસિંહ ઝાલાએ આડકતરી રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યાં હતા, તેમને આ કેસની ઉંડી તપાસની માંગ કરી છે, તેમને આરોપ લગાવ્યો કે અહીંથી કોરા બિલો મળ્યાં છે અને લાખો રૂપિયાની હેરાફેરી થઇ છે, સિંચાઇ વિભાગમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું તેમને કહ્યું છે.

આ કૌભાંડમાં કેટલાક અધિકારીઓની સંડોવણી હોવાનું ધવલસિંહ ઝાલાએ આરોપ લગાવ્યો છે અને પોલીસ પણ અહીં પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. જો કે હજુ સુધી પોલીસે આ મામલે કોઇ સ્પષ્ટતા કરી નથી, નોંધનિય છે કે અગાઉ બોડેલીમાં સિંચાઇ વિભાગની નકલી કચેરી સામે આવી હતી અને કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હતુ.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526