મિઝોરમમાં મ્યાનમાર બોર્ડર પર 30 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત, એક વ્યક્તિની ધરપકડ

10:51 AM Feb 01, 2024 | gujaratpost

મિઝોરમઃ ચંફઈ જિલ્લામાં ભારત-મ્યાનમાર સરહદ પરના એક ગામમાંથી 30 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ પર કાર્યવાહી કરતા આસામ રાઇફલ્સ અને રાજ્ય પોલીસની સંયુક્ત ટીમે મંગળવારે આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક જોખાવથર ગામમાં દરોડા પાડ્યાં હતા અને માદક પદાર્થો જપ્ત કર્યાં હતા, અધિકારીઓએ જણાવ્યું કે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

બીજા ઓપરેશનમાં કરોડોનો સામાન જપ્ત કરવામાં આવ્યો

આ સિવાય અન્ય એક ઓપરેશનમાં સુરક્ષા દળોએ સોમવારે આઈઝોલના ગેમબોક વિસ્તારમાંથી 17.4 લાખ રૂપિયાની કિંમતનું 34.9 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ 12 જાન્યુઆરીએ મિઝોરમમાં બે અલગ-અલગ ઓપરેશનમાં રૂ. 68.41 કરોડના માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યાં હતા અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બાતમી પર કાર્યવાહી કરતા આસામ રાઈફલ્સના જવાનોએ સિયાહા જિલ્લાના બુલપુઈ ગામમાં દરોડા પાડ્યા અને 225 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

1 કરોડથી વધુની કિંમતની મેથેમ્ફેટામાઈન ગોળીઓ મળી આવી

ડિસેમ્બર 2023 માં આબકારી અને નાર્કોટિક્સ વિભાગના અધિકારીઓએ મિઝોરમના ખાટલા વિસ્તારમાંથી 1.27 કરોડ રૂપિયાથી વધુની કિંમતની એક લાખ મેથામ્ફેટામાઇન ટેબલેટ રિકવર કરી હતી અને બે લોકોની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે પ્રતિબંધિત દવાઓના પરિવહન માટે વપરાતું વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે. એક બાતમીને આધારે બંને આરોપીઓ પાસેથી મેથામ્ફેટામાઈનની ગોળીઓ મળી આવી હતી. બંને આરોપીઓ ત્રિપુરાના રહેવાસી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post