ACB ટ્રેપ- આ નાયબ મામલતદાર સહિત ત્રણ શખ્સો 15 હજાર રૂપિયાની લાંચના છટકામાં ફસાયા

09:36 PM Jan 20, 2024 | gujaratpost

મહેસાણાઃ આ વખતે એસીબીએ મહેસાણાના વિજાપુરમાં ઓપરેશન કર્યું છે. રૂપિયા 15 હજારની લાંચમાં ત્રણ લોકો સામે સકંજો કસાયો છે. જૈમિન વિનાયકભાઇ મિસ્ત્રી, નાયબ મામલતદાર, પુરવઠા, વિજાપુર મામલતદાર કચેરી, ભાવિન મનહરભાઇ પરમાર, ફોજદારી ક્લાર્ક (જેલર), મામલતદાર કચેરી, કલ્પેશ અમૃતભાઇ મકવાણા, આઉટ સોર્સ (પટાવાળા) પર એસીબીએ સકંજો કસ્યો છે.

એસીબીની ટીમે વિજાપુર મામલતદાર કચેરીના મેઇન ગેટ આગળ, મહેસાણા- હિંમતનગર હાઇ-વે રોડની બાજુમાં જ આ ટ્રેપ કરી હતી.

ફરીયાદીનો જમાઇ તથા કૌટુંબિક ભત્રીજો મહેસાણા વસાઇ પો.સ્ટેશનમાં દાખલ થયેલા ગુન્હાના કામે વિજાપુર સબ જેલ ખાતે રાખવામાં આવેલો. ફરીયાદીના જમાઇને હાર્ટની તકલીફ થતાં વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવેલા છે. તેઓ બંનેને વિજાપુર સબ જેલથી મહેસાણા સબ જેલ ખાતે ટ્રાન્સફર કરવાના હોવાથી ફરિયાદીએ ભાવિન પરમાર અને જૈમિન મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો. જેમાં સબ જેલ ટ્રાન્સફર નહીં કરવા માટે રૂપિયા 15 હજારની લાંચ માંગવામાં આવી હતી.

ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો

ત્રણેય આરોપીઓને એસીબીએ ઝડપી પાડ્યાં

ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતુ, જેમાં બાબુઓના વતી કલ્પેશ મકવાણા 15 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયો છે. એસીબીએ ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપિંગ અધિકારી: ટી.એમ.પટેલ, ઇન્ચાર્જ ફિલ્ડ પો.ઈન્સ,
ગાંધીનગર એ.સી.બી. એકમ

સુપરવિઝન અધિકારી: એ. કે. પરમાર, મદદનીશ નિયામક,
ગાંધીનગર એ.સી.બી.એકમ.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post