આનંદદાયક સુગંધ અને સૌંદર્યની સાથે સાથે અનેક પ્રકારના ઔષધીય ગુણો ફૂલોમાં જોવા મળે છે. પ્રાચીન સમયમાં દવાઓ વિકસાવવામાં આવી ન હતી. તે સમયે આ બધાનો વ્યાપક ઉપયોગ થતો હતો. ગલગોટાના ફૂલમાં પણ અનેક પ્રકારના ગુણો જોવા મળે છે.
ગલગોટા(મેરીગોલ્ડ)ના ઔષધીય ગુણોને કારણે આયુર્વેદમાં ઘણી બધી વસ્તુઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ગલગોટામાં વિટામીન એ, વિટામીન બી, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે અનેક પ્રકારની બીમારીઓ સામે લડવામાં અસરકારક છે. જેમાં મુખ્યત્વે વાળ ખરવા, ડેન્ડ્રફ, ખોપરી ઉપરની ચામડીમાં ફૂગ, દાદ, ખંજવાળનો સમાવેશ થાય છે.
તેનો આ રીતે કરો ઉપયોગ
દાદ અને ખાજવાળ માટે ગલગોટાના ફૂલ સૌથી અસરકારક ઉપાય છે. આ માટે મેરીગોલ્ડને સારી રીતે પીસીને દાદ અને ખંજવાળવાળી જગ્યાઓ પર લગાવો. તેના પાંદડાના રસનો ઉપયોગ ઇજા પહોચતા રક્તસ્રાવ બંધ કરવા માટે થાય છે. ઘણા લોકો તેનો ઉપયોગ લોહીને શુદ્ધ કરવા માટે કરે છે. જેમાં લોકો તેને પીસીને પી શકે છે. જેથી લોહીમાં ગંદકીના કારણે જે પણ ફોલ્લીઓ દેખાય છે તે ઠીક થઈ જાય છે. ગલગોટાના ફૂલોને પીસીને તેને માથા પર લગાવવાથી વાળ ખરવાની અને ખોડાની સમસ્યા પણ દૂર થાય છે.
(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)