અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દાણચોરી વધી રહી છે, હવે ફરીથી દાણચોરીનું સોનું ઝડપાયું છે. ડાયરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (DRI) અને કસ્ટમ્સ દ્વારા દુબઈથી આવેલા એક ભારતીય નાગરિક પાસેથી રૂ. 59.70 લાખની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
DRIને ચોક્કસ બાતમી મળી હતી કે દુબઈથી આવતી ફ્લાઈટમાં સોનાની દાણચોરી કરવામાં આવી રહી છે. બાતમીને આધારે, એરપોર્ટ પર ઉતરેલા ભારતીય નાગરિકને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી.ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ સોનું છુપાવવા માટે અનોખી રીત અપનાવી હતી.
દાણચોરો એરપોર્ટ પર ચેકિંગમાં ઝડપાય નહીં તે માટે, યુવકે સોનાનો પાઉડર અને પેસ્ટ બનાવી હતી. આ પેસ્ટને તેણે પોતાના જીન્સ પેન્ટના નીચેના ભાગે કાપડના બે સ્તર વચ્ચે ચાલાકીપૂર્વક છુપાવી હતી.
કસ્ટમ વિભાગે યુવક પાસેથી છુપાવેલું 491 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. જેની બજાર કિંમત રૂ.59,70,000 છે. કસ્ટમ વિભાગે આ ગોલ્ડ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++