વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં લગાવી ડૂબકી, હાથમાં જોવા મળી રૂદ્રાક્ષની માળા

06:44 PM Feb 05, 2025 | gujaratpost

પ્રયાગરાજઃ મહાકુંભની જુદી જુદી તસ્વીરો સામે આવી રહી છે, હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાકુંભ પહોંચ્યાં છે, તેમને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવીને પૂજા કરી હતી. મોદીની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ હાજર હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બોટમાં ગંગા,યમુના અને સરસ્વતી નદીના પવિત્ર સંગમ પર પહોંચ્યાં હતા અને મોદીએ અહીં પવિત્ર પાણીમાં ડૂબકી લગાવી હતી

નોંધનિય છે કે પવિત્ર કુંભ મેળાવમાં કરોડોની સંખ્યામાં દેશ વિદેશમાંથી ભક્તો આવી રહ્યાં છે, અહીં સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, કોઇ અનિચ્છીય ઘટના ન બને તે માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++