કચ્છમાં 4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકો રાત્રે ઉંઘમાંથી દોડીને ઘરની બહાર આવ્યાં- Gujarat Post

06:11 PM Oct 17, 2024 | gujaratpost

શરદ પૂનમની રાત્રે લોકો મીઠી નીંદર માણતા હતા ત્યારે જ ભૂકંપનો આંચકો આવ્યો હતો

કચ્છના પેટાળમાં ફરી હલચલ શરૂ થઈ હોવાથી લોકોમાં ફફડાટ

રાપરઃ ગુજરાતના કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. માહિતી અનુસાર આ ભૂકંપના આંચકા રાત્રે લગભગ 3.54 કલાકે અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 હતી. જેના લીધે અફરા-તફરી મચી ગઇ હતી અને લોકો ઊંઘમાંથી ઊઠીને ઘરની બહાર દોડી આવ્યાં હતા.

અત્યાર સુધી મળતી માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના ખાવડાથી લગભગ 47 કિ.મી. ઉત્તરપૂર્વમાં બતાવાઈ રહ્યું છે. જોકે અત્યાર સુધી આ ભૂકંપને કારણે કોઈ મોટાપાયે નુકસાન કે જાનહાનિના સમાચાર સામે આવ્યાં નથી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526