+

લોકસભામાં રાહુલ ગાંધી વરસ્યાંઃ સંઘ પર પ્રહાર કરતા ગાંધીજીને યાદ કર્યા, ચૂંટણી પંચ પર એક સંગઠનનો કબ્જો

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ચૂંટણી સુધારા પર ચાલી રહેલી ચર્ચામાં બોલી રહ્યાં હતા. તેમણે કહ્યું કે, ખાદી માત્ર એક વસ્ત્ર નથી, તે ભારતનો આત્મા છે. દરેક પ્રદેશની ઓળખ અલગ-અલગ કપડાં માટ

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ચૂંટણી સુધારા પર ચાલી રહેલી ચર્ચામાં બોલી રહ્યાં હતા. તેમણે કહ્યું કે, ખાદી માત્ર એક વસ્ત્ર નથી, તે ભારતનો આત્મા છે. દરેક પ્રદેશની ઓળખ અલગ-અલગ કપડાં માટે છે. રાહુલ ગાંધીએ આસામી ગમછાથી લઈને કાંચીપુરમ સાડી સુધીની ચર્ચા કરી અને કહ્યું કે આપણો દેશ પણ એક ફેબ્રિક (કાપડ) જેવો છે. દેશની ઝલક દેશના પહેરવેશમાં છે. દેશના બધા દોરા એક સરખા છે. આપણો દેશ 150 કરોડ લોકોથી બનેલો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે આરએસએસ (RSS) તમામ સંસ્થાઓ પર કબ્જો કરવા માંગે છે. નાથુરામ ગોડસેએ ગાંધીને માર્યા. આ એક અસહજ કરી દેનારું સત્ય છે. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓ RSSના છે. તેના પર સત્તાધારી પક્ષના સભ્યોએ હોબાળો શરૂ કરી દીધો. સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને કહ્યું કે તમે માત્ર ચૂંટણી સુધારા પર જ બોલો, કોઈ સંગઠનનું નામ ન લો. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે અમે બધા વિપક્ષના નેતાને સાંભળવા માટે જ બેઠા છીએ. જો તેઓ વિષય પર જ નહીં બોલે તો શા માટે બધાનો સમય બગાડી રહ્યા છે ?

સત્તાધારી પક્ષના હોબાળા પર રાહુલ ગાંધીએ કહ્યું કે મેં કંઈ પણ ખોટું કહ્યું નથી. શિક્ષણ સંસ્થાઓ પર કબ્જો કરવામાં આવ્યો છે. વીસીની નિમણૂંક યોગ્યતાના આધારે નહીં, પરંતુ એક સંગઠન સાથેના જોડાણના આધારે કરવામાં આવી છે. સીબીઆઈ, ઈડી પર પણ એક સંસ્થા સાથે જોડાયેલા લોકોએ કબ્જો કર્યો છે. ત્રીજી સંસ્થા ચૂંટણી પંચ પર પણ એક સંસ્થાનો કબ્જો છે, જે દેશમાં ચૂંટણીને નિયંત્રિત કરે છે. મારી પાસે તેના પુરાવા છે. બીજેપી લોકતંત્રને નુકસાન પહોંચાડવા માટે ચૂંટણી પંચનો ઉપયોગ કરી રહી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે હરિયાણામાં મતદાર યાદી પર એક બ્રાઝિલિયન મહિલાનો ફોટો 22 વખત છપાયેલો છે. તેના પર સ્પીકર ઓમ બિરલાએ તેમને ટોકતા કહ્યું કે તમે વિપક્ષના નેતા છો, ગરિમાથી બોલશો તો યોગ્ય છે. નહીં તો આ રીતે સદન નહીં ચાલે. તમે તમારા સભ્યોને ગરિમા સમજાવો. વિરોધ કરવાની રીત હોય છે, પણ શું આ રીત યોગ્ય છે ?

રાહુલ ગાંધીએ કહ્યું કે સીઈસીને નિયંત્રિત કરવાનો શો અર્થ છે ? હું તે તસવીરો અહીં બતાવવા માંગતો નથી, પરંતુ આ ચૂંટણીની ચોરીનો સવાલ છે. તેમણે પુરાવા સાથેના પોતાના સીધા સવાલોના જવાબ નહીં આપવા બદલ ચૂંટણી પંચને ઘેર્યું અને કહ્યું કે બિહારમાં એસઆઈઆર બાદ મતદાર યાદીમાં 1.22 લાખ ડુપ્લિકેટ ફોટો છપાયા છે. આવું કેવી રીતે રહી ગયું ? અમે હરિયાણા અને મહારાષ્ટ્રમાં વોટ ચોરી સાબિત કરી.

રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી સુધારા જરૂરી છે.મશીન રીડેબલ વોટર લિસ્ટ તમામ રાજકીય પક્ષોને ચૂંટણીના એક મહિના પહેલા આપવામાં આવવી જોઈએ. સીસીટીવી ફૂટેજ નષ્ટ કરવાનો નિયમ પણ બદલવો જોઈએ. અમને ઈવીએમ જોવા માટે આપવામાં આવે. વોટ ચોરી એ રાષ્ટ્ર વિરોધી કામ છે. આપણે મહાન લોકતંત્ર છીએ. સરકાર ચૂંટણી સુધારા નથી ઈચ્છતી.

 

facebook twitter