+

ગોવા અગ્નિકાંડ: 25 લોકોને ભરખી જનારી બિર્ક બાય રોમિયો લેન નાઈટ ક્લબ પર બુલડોઝર ફરશે - Gujarat Post

સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ, માલિકો વિરુદ્ધ ઇન્ટરપોલે બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરી આરોપીઓ થાઈલેન્ડ ભાગી ગયા  ગોવાઃ નાઈટ ક્લબ બિર્ક બાય રોમિયો લેન ને બુલડોઝર ચલાવીને તોડી પાડવામાં આવશે.

સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ, માલિકો વિરુદ્ધ ઇન્ટરપોલે બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરી

આરોપીઓ થાઈલેન્ડ ભાગી ગયા 

ગોવાઃ નાઈટ ક્લબ બિર્ક બાય રોમિયો લેન ને બુલડોઝર ચલાવીને તોડી પાડવામાં આવશે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ આદેશ આપ્યો છે. ગોવા સીએમઓએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે ઇન્ટરપોલે પણ નાઈટ ક્લબના માલિકો ગૌરવ અને સૌરભ લૂથરા વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરી છે.

ગોવા પોલીસે બંને વિરુદ્ધ ઇન્ટરપોલની બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરવા માટે સીબીઆઈનો સંપર્ક કર્યો હતો. મુખ્યમંત્રી કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સીએમ સાવંતે ઉત્તર ગોવા જિલ્લા પ્રશાસનને તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ નાઈટ ક્લબને તોડી પાડવાનો નિર્દેશ આપ્યો છે. અધિકારીએ કહ્યું, આ નાઈટ ક્લબ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બની હતી. તેને તોડી પાડવામાં આવશે.

ગોવા પોલીસે જણાવ્યું કે સૌરભ લૂથરા અને ગૌરવ લૂથરા દુર્ઘટનાના થોડા કલાકો બાદ જ થાઈલેન્ડના ફૂકેટ ભાગી ગયા છે. ઇન્ટરપોલની બ્લૂ કોર્નર નોટિસ કોઈ વ્યક્તિની ઓળખ, લોકેશન અથવા ક્રિમિનલ તપાસના સંબંધમાં તેની પ્રવૃત્તિઓ વિશે વધુ માહિતી ભેગી કરવા માટે જાહેર કરવામાં આવે છે.

રવિવારે ગોવાના અર્પોરા ગામમાં સ્થિત નાઈટ ક્લબ બિર્ક બાય રોમિયો લેન માં ભીષણ આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં 25 લોકોના મોત થયા હતા. જે નાઈટ ક્લબમાં આગ લાગી, ત્યાં ગેરકાયદેસર નિર્માણની ફરિયાદ ઘણા વર્ષોથી થઈ રહી હતી. જે જગ્યાએ નાઈટ ક્લબ 'બર્ચ બાય રોમિયો લેન' બન્યું હતું, તે જમીનના માલિક પ્રદીપ અમોનકરે આ ખુલાસો કર્યો હતો.

 

facebook twitter