+

અમદાવાદમાં IT ના દરોડા, 20 સ્થળોએ 150 જેટલા અધિકારીઓ દ્વારા તપાસ

શહેરમાં આઈટીના અધિકારીઓની જુદી જુદી ટીમો દ્રારા તપાસ કરોડો રૂપિયાની ટેક્સચોરીનો થશે પર્દાફાશ અમદાવાદઃ શહેરમાં ફરી એક વખત ઇન્કમટેક્સ વિભાગે દરોડા કર્યાં છે, વિનોદ ટેક્સટાઇલ કંપનીના માલિકો અને ઓફિ

શહેરમાં આઈટીના અધિકારીઓની જુદી જુદી ટીમો દ્રારા તપાસ

કરોડો રૂપિયાની ટેક્સચોરીનો થશે પર્દાફાશ

અમદાવાદઃ શહેરમાં ફરી એક વખત ઇન્કમટેક્સ વિભાગે દરોડા કર્યાં છે, વિનોદ ટેક્સટાઇલ કંપનીના માલિકો અને ઓફિસોમાં દરોડાની કામગીરી થઇ રહી છે, 20 જેટલા સ્થળોએ 150 જેટલા અધિકારીઓની ટીમ ત્રાટકી છે.

દરોડામાં મોટા પ્રમાણમાં ડિઝિટલ સામગ્રી, દસ્તાવેજો અને મહત્વના પુરાવા હાથ લાગ્યા છે. વિનોદ ટેક્સટાઇલ અને તેના પ્રોમોટર વિનોદ મિત્તલ, તેમના ભાઈ અને સંબંધિતઓની જગ્યાઓ પર આ તપાસ થઇ રહી છે.

આઇટી વિભાગને તપાસને અંતે કરોડો રૂપિયાની ટેક્સ ચોરી મળવાની આશા છે, છેલ્લા ઘણા સમયથી આ ગ્રુપના વ્યવહારોની તપાસ આઇટી વિભાગ કરી રહ્યું હતુ અને હવે દરોડાની કામગીરી થઇ રહી છે.

facebook twitter