+

લોકસભા ચૂંટણીઃ ગુજરાતના ઉમેદવારોને લઇને મોટું અપડેટ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ દિલ્હીમાં

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીમાં સેન્સ પ્રક્રિયા બાદ હવે સીએમ ભૂપેન્દ્ર પટેલે અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દિલ્હી પહોંચ્યાં છે, આજે કેબિનેટની બેઠક હતી તેમ છંતા સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યાં છે. તેઓ

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીમાં સેન્સ પ્રક્રિયા બાદ હવે સીએમ ભૂપેન્દ્ર પટેલે અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દિલ્હી પહોંચ્યાં છે, આજે કેબિનેટની બેઠક હતી તેમ છંતા સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યાં છે. તેઓ પાટીલ સાથે દિલ્હીમાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ભાગ લેશે. ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠકો પર ત્રણ-ત્રણ ઉમેદવારોનાં નામો નક્કિ કર્યાં હોવાનું સામે આવ્યું છે, આ નામો પર દિલ્હીમાં ચર્ચા થશે.

બીજી તરફ એવી પણ ચર્ચા છે કે આજની ભાજપની કેન્દ્રીય સમિતિની બેઠકમાં લોકસભાના ઉમેદવારોની યાદી પ્રથમ યાદી ભાજપ જાહેર કરી શકે છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા સહિતના નેતાઓ હાજર રહેશે.

ગુજરાતમાં તમામ 26 બેઠકોના ઉમેદવારો પર સૌ કોઇની નજર છે, જેમાં ગાંધીનગરની બેઠક પર ગૃહમંત્રી અમિત શાહ અને નવસારીની બેઠક પર સી.આર.પાટીલના નામો નક્કિ જેવા છે, આ સિવાયની બેઠકો પર એકથી વધારે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. હવે ટૂંક સમયમાં જ ભાજપ તેના ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter