+

મોદીએ કહ્યું આ વ્યક્તિએ મારા લાખો ભારતીયોનું અપમાન કર્યું, કલાકોમાં જ સૈમ પિત્રોડાના રાજીનામાના અહેવાલ આવ્યાં

ઈન્ડિયન ઓવરસીઝ કોગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું રંગભેદ પરનું નિવેદન અયોગ્યઃ ભાજપ નવી દિલ્હીઃ સૈમ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ અધ્યક્ષ

ઈન્ડિયન ઓવરસીઝ કોગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું

રંગભેદ પરનું નિવેદન અયોગ્યઃ ભાજપ

નવી દિલ્હીઃ સૈમ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વિટર પર લખ્યું, 'પિત્રોડાએ પોતાની મરજીથી ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.

સામ પિત્રોડાએ ગયા મહિને દેશમાં વારસાગત ટેક્સને સમર્થન આપ્યું હતું. પિત્રોડાએ કહ્યું હતું કે અમેરિકામાં 55 ટકા વારસાગત ટેક્સ વસૂલવામાં આવે છે. સરકાર 55 ટકા હિસ્સો લે છે. તેમણે કહ્યું હતું કે મિલકત જનતા માટે છોડી દેવી જોઈએ.જો કોઈ વ્યક્તિ પાસે 100 મિલિયન ડોલરની સંપત્તિ હોય, તો તેના મૃત્યુ પછી, 45 ટકા સંપત્તિ તેના બાળકો અને 55 ટકા સરકારને જાય છે. તેમણે કહ્યું કે ભારતમાં આવો કોઈ કાયદો નથી. આવા મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. આ નિવેદનને લઈને ભાજપે ફરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે કહ્યું કે સરકાર લોકોની સંપત્તિ હડપ કરી તેને લઘુમતીઓમાં વહેંચવા માંગે છે.

આ નિવેદન પર વિવાદ વધતાં કોંગ્રેસે પણ આ નિવેદનથી દૂરી લીધી હતી. પિત્રોડાના વારસાગત કર એટલે કે મિલકતની વહેંચણી અંગેના વિવાદ પર જયરામ રમેશની સ્પષ્ટતા આવી છે. જયરામ રમેશે સ્પષ્ટપણે કહ્યું હતું કે પિત્રોડાના વિચારો હંમેશા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વિચારોને પ્રતિબિંબિત કરતા નથી. ઘણી વખત તેમના મંતવ્યો કોંગ્રેસ પાર્ટીનું સત્તાવાર સ્ટેન્ડ નથી.

વડાપ્રધાન મોદીએ પિત્રોડા પર સાધ્યું નિશાન

સૈમ પિત્રોડાએ હાલમાં જ કહ્યું હતું કે દક્ષિણમાં જે લોકોની ચામડી બ્લેક છે તેઓ સાઉથ આફ્રિકાના લોકો જેવા છે, પૂર્વોત્તરના લોકોનો દેખાવ ચીન જેવો છે, પશ્વિમ ભારતના લોકો સાઉદી અરેબિયાના લોકો જેવા છે, તેમના આ જાતિવાદી અને ચીનને ફાયદો થાય તેવા નિવેનદ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોરદાર પ્રહાર કર્યાં છે, તેમને તેલંગાણાની સભામાં કહ્યું કે મોટા ફિલોસોફર સૈમ પિત્રોડા લોકોને ખોટી સલાહો આપતા ફરે છે અને આ વખતે તો તેમને મારા કરોડો ભારતીયોનું અપમાન કરીને તેમની ચામડીનો રંગ કહી દીધો, હું આજે બહુ ગુસ્સે છું કે આવા લોકો ગમે તેવા નિવેદનો કરી રહ્યાં છે. આ મામલે હવે ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

 

Trending :
facebook twitter