+

ગુજરાતમાં ચૂંટણીઓમાં પણ ગુંડારાજ....મહિસાગરમાં ભાજપ નેતાના પુત્રએ બુથ કેપ્ચરિંગ કર્યું હોવાનો વીડિયો આવ્યો સામે

11 મેના દિવસે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધીમાં ફરી થશે મતદાન પરથમપુર ગામના બુથ પર ફરીથી થશે વોટિંગ બાલાસિનોરઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પુરી થઇ છે, જો કે કેટલાક ચિંતાજનક બના

11 મેના દિવસે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધીમાં ફરી થશે મતદાન

પરથમપુર ગામના બુથ પર ફરીથી થશે વોટિંગ

બાલાસિનોરઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પુરી થઇ છે, જો કે કેટલાક ચિંતાજનક બનાવો પણ સામે આવ્યાં છે, મહિસાગરમાં ગઇકાલે વોટિંગના દિવસનો એક વીડિયો સામે આવ્યો છે, સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરીંગ કરાયું હોવાનું વીડિયોમાં દેખાઇ રહ્યું છે. ભાજપ નેતાના પુત્રએ આ બુથ કેપ્ચરીંગ કર્યુ હતું અને તેને સોશિયલ મીડિયામાં લાઇવ પણ કર્યું હતુ, બાદમાં તેને આ વીડિયો હટાવી દીધો હતો.

ભાજપ નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસીને EVM કેપ્ચર કરી લીધું હતું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ઘટનાને લાઇવ પણ કરી હતી. વિજય ભાભોરે કેટલાક લોકો સાથે મળીને ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કરી નાખ્યું હતુ અને બૂથ પરના કર્મચારીઓને ગાળો આપી હતી. તેને અહીં ગુંડાગીરી કરી હતી.

વિજય ભાભોરે બોગસ વોટિંગ કરીને આ ઇવીએમને પોતાની સાથે લઇ જવાની પણ ધમકી આપી હતી.જેથી આજે તેની ધરપકડ કરાઇ છે, ચૂંટણીપંચે આ મામલે નોંધ લઇને કડક કાર્યવાહી કરી છે.

દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડો.પ્રભાબેન તાવિયાડે કલેક્ટરને આ અંગે ફરિયાદ કરી હતી, ત્યાર બાદ આ કેસની તપાસ શરૂ થઇ ગઇ છે. પહેલા બિહાર અને યુપી જેવા રાજ્યોમાં આવી ગુંડાગીરી થતી હતી, હવે ગુજરાતમાં પણ આવો બનાવ સામે આવતા ચૂંટણીપંચ દોડતું થઇ ગયું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

Trending :
facebook twitter