+

ગુજરાતમાં ચૂંટણી પુરી થતા જ સ્માર્ટ મીટરને લઇને લોકોમાં આક્રોશ, શક્તિસિંહે કહ્યું અદાણીને ફાયદો કરાવવાનું ષડયંત્ર

રાજકોટઃ ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઇને હવે હોબાળો જોવા મળી રહ્યો છે, લોકસભાની ચૂંટણી પુરી થતા જ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવાને કારણે લોકોમાં રોષ છે. વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે

રાજકોટઃ ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઇને હવે હોબાળો જોવા મળી રહ્યો છે, લોકસભાની ચૂંટણી પુરી થતા જ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવાને કારણે લોકોમાં રોષ છે. વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આ લોકોએ ચૂંટણી પુરી થતા જ જનતાને હેરાન કરવાનું ચાલુ કરી દીધું અને સ્માર્ટ મીટર અદાણીને ફાયદો કરાવવા માટે લગાવવામાં આવી રહ્યાં છે.

MGVCLએ વડોદરામાં અને DGVCLએ સુરતમાં સ્માર્ટ મીટર લગાવ્યાં બાદ અનેક ફરિયાદો થઇ છે. અગાઉના મીટરમાં બે મહિને 700થી 800 રૂપિયા બિલ આવતું હતું, જ્યારે નવા મીટરમાં રિચાર્જ કર્યાં બાદ બે દિવસમાં જ રૂ.2000થી વધુ બેલેન્સ ઉડી ગયું હોવાના કિસ્સા છે. ભર ગરમીમાં લોકોએ હેરાન થવાનો વારો આવ્યો છે. જેથી લોકોમાં આક્રોશ છે.

વડોદરામાં MGVCL અને સુરતમાં DGVCL કચેરીએ લોકોએ હોબાળો કર્યો હતો. જેથી હવે કોંગ્રેસ પણ જનતાની સાથે આવી છે અને ઘરમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઇ રહ્યો છે, શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ભાજપ સરકાર અદાણી પાસેથી મોંઘી વીજળી ખરીદી રહી છે અને જનતા પર તેનો ભાર આવી રહ્યો છે. સરકારે લોકસભાની ચૂંટણી વખતે વોટ લઇ લીધા અને હવે બદલો લઇ રહી હોય તેમ જનતાની હેરાનગતિ થઇ રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter